Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વતનથી હજારો માઈલ દૂર રહેતા ભારતીયોએ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો : GOPIO ન્યૂયોર્ક અને NFIA એ દ્વારા 15 ઓગસ્ટના રોજ કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીમાં દેશ વિદેશોમાં વસતા ભારતીયો જોડાયા : અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન ,દેશભક્તિ સભર ગીતો ,બૉલીવુડ ડાન્સ ,તથા ઉદ્દબોધનો સાથે કરાયેલી દમામભેર ઉજવણી

ન્યુયોર્ક : વતનથી વતનથી હજારો માઈલ દૂર રહેતા ભારતીયોએ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. GOPIO ન્યૂયોર્ક અને NFIA એ દ્વારા 15 ઓગસ્ટના રોજ કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીમાં દેશ વિદેશોમાં વસતા ભારતીયો જોડાયા હતા.અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન ,દેશભક્તિ સભર ગીતો ,બૉલીવુડ ડાન્સ ,તથા ઉદ્દબોધનો સાથે દમામભેર ઉજવણી કરાઈ હતી.

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GOPIO) અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (NFIA)ના ઉપક્રમે  રવિવાર, 15 ઓગસ્ટ, 2021 ના રોજ કરાયેલી ઉજવણી અંતર્ગત વિશ્વને સુમધુર સંગીત, ચમકદાર નૃત્ય પ્રદર્શન અને પ્રેરણાદાયી ભાષણોથી મંત્રમુગ્ધ કરી દેવાયું હતું.

ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ, રણધીર કુમાર જયસ્વાલે
ભારતના મિત્રો અને સમર્થકોને શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે આજે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ અને જૈન સહિત તમામ ધર્મના લોકો તરીકે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ, જે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાને રજૂ કરે છે કારણ કે આપણે તમામ પૃષ્ઠભૂમિમાંથી જોડાવા અને સન્માન આપવા માટે એકજૂથ છીએ.

આ તકે શ્રી મોટવાણી ,GOPIO-NY પ્રેસિડન્ટ સુશ્રી બીના કોઠારી, શ્રી અજય દુબે , NFIA હોદેદારો શ્રી ગુંજન રસ્તોગી , સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા . ઉપરાંત કલાકારો સુશ્રી શ્રુતિ બેકલી ,શ્રી ભાસ્કર નાથ ,સુશ્રી અપર્ણા શ્રીધર ,મિસ ટીન ઇન્ડિયા 2020 સુશ્રી  સિદ્ધ્ય ગણેશ , મિસિસ ઇન્ડિયા યુ.એસ.એસ.સુશ્રી મમતા પૂતસ્વામી, સુશ્રી સ્વાથી બેકકેરા , મિસ ટીન યુએસએ 2021 સુશ્રી રિયા પવાર,શ્રી ગૌતમ ચોબે ,એ જુદી જુદી કૃતિઓ રજુ કરી હતી તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)