Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાની પસંદગી : કોંગ્રેસે પણ સમર્થન આપ્યું : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને TMC નેતા યશવંત સિન્હાને વિપક્ષે પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કર્યા

ન્યુદિલ્હી : અનેક બેઠકો બાદ વિપક્ષે પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને TMC નેતા યશવંત સિન્હાને વિપક્ષે પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ટીએમસીના પૂર્વ નેતા યશવંત સિન્હાના નામને રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે મંજૂરી આપવામાં આવી છે. NCP નેતા શરદ પવારની અધ્યક્ષતામાં વિપક્ષી દળોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં યશવંત સિંહા પણ હાજર હતા.

અગાઉ, વિપક્ષ દ્વારા આગળ મૂકવામાં આવેલા ત્રણ નામોએ ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો હતો. જેમાં શરદ પાવર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામ સામેલ હતા. યશવંત સિંહાએ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે તેઓ એક મોટા રાષ્ટ્રીય હેતુ માટે પાર્ટીથી દૂર થઈને વિપક્ષની એકતા માટે કામ કરે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)