Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ઈન્ટરનેટ સમસ્યાના કારણે દુનિયાભરના યુઝર્સ પરેશાન

દુનિયાભરની વેબસાઈટો ધીમી પડી છે

નવી દિલ્હી, તા.૨૧: સમગ્ર દુનિયામા ઈન્ટરનેટની સમસ્યાને કારણે કેટલીય વેબસાઈટો યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આજે સવારથી શરૂઆતમાં કેટલીય વેબસાઈટો ડાઉન રહી હતી. આ સમસ્યા સીડીએન પ્લેટફોર્મ પર ચાલવાથી વેબસાઈટો પર પડી છે. કેટલીય વેબસાઈટ એકસેસ થઈ શકતી નથી. તેમાં કેટલીય દિગ્ગજ સાઈટોના નામ પણ સામેલ છે. તેમાં વનપ્લસના સંસ્થાપક રહી ચુકેલા કાર્લ પેઈ દ્વારા ગત વર્ષે લંડન બેસ્ડ કંપની નથિંગની વેબસાઈટનો પણ સમાવેશ થાય છે.
કેલિફોર્નિયા સ્થિત કંપની કલાડફ્લેયે તાત્કાલિક આ સમસ્યાને ધ્યાને લઈને પોતાના યુઝર્સને ટ્વીટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. ટ્વીટમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેઓ આ સમસ્યાને ફિકસ કરી રહ્યા છે. સાથે જ કંપની ટૂંક સમયમાં તેનું ફોલોઅપ જાહેર કરશે. જો કે, થોડા આઉટેજ બાદ આ સમસ્યા ઠીક કરી દેવામાં આવી છે અને હવે નથિંગ જેવી વેબસાઈટને સરળતાથી એકસેસ કરી શકાય છે.
આઉટરેજની જાણકારી આપનારી વેબસાઈટ ડાઉન ડિરેકટરે જણાવ્યું છે કે, દુનિયાભરની કેટલીય વેબસાઈટ ડાઉન થવાના સમાચાર મળ્યા છે. તેમાં Discord, zerodha, shopify, amazon web services twitter અને  canva જેવી મોટી વેબસાઈટો સામેલ છે. તેમાંથી અમુક ગેમિંગ પ્લેટફોર્મ પણ છે. આ ઉપરાંત udemy, splunk, quora, crunchyroll જેવી વેબસાઈટો પણ પ્રભાવિત થઈ છે.

 

(3:32 pm IST)