Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જામનગરના રાધે-કૃષ્‍ણ ટેમ્‍પલ એલિફન્‍ટ વેલ્‍ફેર ટ્રસ્‍ટને દાતાઓ પાસેથી અનેક હાથી મળ્‍યા છેઃ રિલાયન્‍સના ધનરાજ નથવાણી

રાધે કૃષ્‍ણ ટેમ્‍પલ એલીફન્‍ટ વેલ્‍ફેર ટ્રસ્‍ટનો ઉદેશ બચાવાયેલા, ઇજાગ્રસ્‍ત, માંદા, ઘરડા, પ્રાણીઓના લાલન-પાલનનો છે

રાજકોટ, તા., ૨૧: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ -ખાવડીના જવાબદાર અગ્રણી શ્રી ધનરાજ નથવાણીએ  ટવીટ કરીને જણાવ્‍યું છે કે,  રાધે કૃષ્‍ણ ટેમ્‍પલ એલીફન્‍ટ વેલ્‍ફેર ટ્રસ્‍ટ ઓફ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ એકટ ૧૯પ૦ હેઠળ રજીસ્‍ટર્ડ થયેલ છે. આ ટ્રસ્‍ટનો ઉદેશ બચાવાયેલ, ઇજાગ્રસ્‍ત, માંદા, મોટી ઉંમરના માનવીથી પરેશાન કરાયેલ  પ્રાણીઓને આશરો-સુવિધા આપવાનો છે
આ ટ્રસ્‍ટે દાતાઓ તરફથી ઘણા હાથીએ મેળવ્‍યા છે જેમાં સર્કસ, મંદિરો અને કોઇ વ્‍યકિતને હાથીઓને પાળવાની આર્થિક શકિતના ધરાવતા હોય તેવા સામેલ છે. આ ટ્રસ્‍ટ હાથીઓની સારસંભાળ રાખવાની સાથે સાથે તેમની સાથે આવેલા મહાવતો અને તેમના પરિવારનું પણ ધ્‍યાને રાખે છે.
હાથીઓને દાન આપવાની અરજી અને આર.કે. ટી. ઇ.ડબલ્‍યુ.ટી. સુધી તેમના રાજય કે આંતરરાજય પરિવહન માટે જરૂરી કાગળીયા કરવાની જવાબદારી હાથીનું દાન કરનારની હોય છે. હાથીના દાતાના રાજયના ચીફ વાઇલ્‍ડ લાઇફ વોર્ડન (સીડબલ્‍યુએલ.ડબલ્‍યુ), ગુજરાતના સીડબલ્‍યુએલ ડબલ્‍યુ દ્વારા અપાયેલ એન.ઓ.સી. ચકાસે છે અને પછી પરવાનગી હાથીનું દાન કરનારને આપે છે.
વન વિભાગ પાસેથી પરવાનગી મેળવવામાં ટ્રસ્‍ટની કોઇ ભૂમિકા કોઇપણ જગ્‍યાએ નથી હોતી, જો કે જો હાથીનું દાન કરનાર પરિવહનનો ખર્ચના ઉપાડી શકે અથવા તેની પાસે પુરા માણસો કેસ્ત્રોત ના હોય તો ટ્રસ્‍ટ તેને મદદરૂપ થાય છે. પ્રવૃત્તિ કરવામાં આવે છે. ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવતી કામગીરી કદાચ ભારતવીરમાં અનોજી છે. જેને હાલમાં જ કર્ણાટક હાઇકોર્ટ દ્વારા નોંધ લઇને બીરદાવવામાં આવી છે. તેમ પણ આ યુવા ઉદ્યોગપતિ શ્રી ધનરાજ નથવાણીએ પોતાના ટવીટમાં નોંધ્‍યુ઼ છે.

 

(1:34 pm IST)