Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ઓરીસ્‍સામાંથી હાથીની દાણચોરીનો પર્દાફાશઃ ગુજરાત મોકલવાનો પ્રયાસ ?

વન અધિકારીઓએ બનાવટી સહીઓ દ્વારા બોગસ એનઓસી મેળવી ઉભુ કરેલુ રેકેટ!

ભુવનેશ્વરઃ  બોગસ એનઓસી દ્વારા હાથીઓને આસામથી ગુજરાત દાણચોરી દ્વારા લઇ જવાના ગેરકાયદે એલીફન્‍ટ ટ્રાફીકીંગ રેકેટનો પર્દાફાશ ઓરીસ્‍સાના વન અધિકારીઓએ કર્યો હોવાનું એકસપ્રેસ ન્‍યુઝ સર્વિસના સીબા મોહન્‍તીના અહેવાલમાં જાહેર થયું છે.
પ્રીન્‍સીપાલ ચીફ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટસ (વાઇલ્‍ડ લાઇફ) અને ચીફ વાઇલ્‍ડ લાઇફ વાર્ડન (સીડબલ્‍યુ એલ ડબલ્‍યુ) એ અન્‍ય રાજયોના આ વિભાગ અને વાઇલ્‍ડ ક્રાઇમ કંટ્રોલ બ્‍યુરો (ડબલ્‍યુ સીસીબી)ને એલર્ટ કર્યા છે. જેથી હાથીઓના ટ્રાન્‍સ્‍પોર્ટેશન અને હિલચાલ માટેની અરજીઓ પર દેશભરમાં નિગરાની રાખી શકાય.
છેલ્લા એક મહિનામાં આવા લગભગ  આઠ કિસ્‍સાઓ સામે આવ્‍યા છે. જેમાં રેકેટીયરો દ્વારા બનાવટી સહીઓ કરીને બોગસ એનઓસી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. બધા કેસમાં હાથીઓને આસામથી દાણચોરી દ્વારા લઇ જવાનો પ્રયાસ કરાયો હતો. આમાંથી સાત કેસમાં જામનગરના એક મંદિરના ટ્રસ્‍ટ માટે હાથી લઇ જવાનો કારસો થયાનું પણ આ હેવાલમાં જણાવાયું છે.
આ સાતે સાત કેસોમાં જામનગરના જે મંદિરમં હાથીઓને લઇ જવાનો પ્રયાસ કરાયો હતો. તે મંદિરવેલ્‍ફેર જામનગરના  મોટી ેખાવડી પંથકમાં સ્‍થિત સંસ્‍થા છે.ડીવીઝનલ ફોરેસ્‍ટ અધિકારી  દ્વારા ચકાસણી દરમ્‍યાન એવું જાણવા મળ્‍યું કે અરજીમાં જરૂરી વિગતો પુર્ણ કરવામાં નહોતી આવી અને તેને રીજેકટ કરાઇ હતી.
જયારે નકલી એનઓસી આસામ સીડબલ્‍યુ એલ ડબલ્‍યુ પાસે પહોંચી તો તેણે  ઓરીસ્‍સાના પોતાના સમકક્ષ પાસે ખુલાસો માંગ્‍યો અને પહેલો કેસ પ્રકાશમાં આવ્‍યો.
જો કે સીડબલ્‍યુએલડબલ્‍યુ  ઓફીસને જયારે તેના ગુજરાતના સમકક્ષ તરફથી કથીત રીતે બંદીવાન હાથીઓના પરિવહન માટે ભુતપુર્વ દ્વારા જારી કરાયેલ  સાત એનઓસી અંગે પુછાયુ ત્‍યારે ત્‍યારે તે ચોંકી ગયા. તમામ સાત એનઓસી અરજદારથી ગંતવ્‍ય સ્‍થાન સુધી સરખા જ હતા. માત્ર હાથીઓના વર્ણનમાં ફેરફાર હતો. અરજદાર શિવસાગર જીલ્લાનો રહીશ હોવાનું કહેવાય છે. એનઓસી બનાવવા માટે બનાવટી સહીઓ કરવામાં આવી હતી તેમ પણ આ અહેવાલમાં જણાવાયું છે.

 

(1:33 pm IST)