Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જીવન વીમા સાથે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પણ મળશે

જીવન વીમા કંપનીઓને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ વેચવાની પરવાનગી આપવા ઇરડાની વિચારણાઃ હરીફાઇ વધવાથી ગ્રાહકોને થશે ફાયદોઃ પ્રીમીયમ ઘટવાની શકયતા

નવી દિલ્‍હી, તા.૨૧: હવે તમે ટુંક સમયમાં જીવન  વીમા કંપની પાસેથી હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ખરીદી શકશો. ઇન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટ ઇરાડા આના પર વિચાર કરી રહી છે. ઇરડા દેશમાં વીમા કંપનીઓને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ વેચવાની પરવાનગી આપવા પર વિચાર કરી રહી છે. જો પરવાનગી મળી જશે તો વીમો વેચનાર લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ જીવન વીમા સાથે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ કલબ કરીને વેચી શકશે. હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સના બજારમાં લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ આવવાથી હરીફાઇ વધશે અને એટલે સસ્‍તા પ્‍લાન લોંચ થશે જેનો સીધો ફાયદો સામાન્‍ય લોકોને થશે. હેલ્‍થ પ્‍લાન ઓછા પ્રીમીયમે ઉપલબ્‍ધ થશે.

ઇરડા જો જીવન વીમા કંપનીઓને હેલ્‍થ પોલીસી વેચવાની પરવાનગી આપશે તો સૌથી વધારે ફાયદો એલઆઇસી જેવી કંપનીઓને થશે. હાલમાં જ ૨૧૦૦૦ કરોડ રૂપિયાનો આઇપીઓ લોંચ થયા પછી એલઆઇસીમાં ગ્રાહકોનો ભરોસો વધ્‍યો હોવાથી તેનો લાભ એલઆઇસીને મળશે. વીમા કંપનીઓ અત્‍યારે ફીકસ બેનીફીટ પ્‍લાન જ વેચે છે જેમાં વીમા કંપની એક નિશ્‍ચીત રકમ જ આપે છે જે કલેમ પછી મળનાર સમ ઇન્‍સ્‍યોર્ડની રકમ હોય છે.

બજાજ એલીયાન્‍ઝ અને આઇસીઆઇસીઆઇ લોમ્‍બાર્ડ રીટેઇલ માર્કેટમાં આવવા માંગે છે પણ આ કંપનીઓ આગળ શું કરશે તે હજુ નક્કી નથી. એક આંકડા અનુસાર રીટેઇલ હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સની હીસ્‍સેદારી ૪૫ ટકા છે જયારે ગ્રુપ હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ૪૮ ટકાની આસપાસ છે અને બાકીનો હિસ્‍સો સરકારી બીઝનેસ એકાઉન્‍ટમાં જાય છે.

ગ્રુપ ઇન્‍સ્‍યોરન્‍સ પ્‍લાન એક વર્ષનો પ્‍લાન છે જે બહુ ઓછી કિંમતે અપાય છે. તેમાં ઓછુ માર્જીન હોવા છતા કંપનીઓમાં બહુ હરિફાઇ છે. બીજી તરફ રીટેઇલ ઇન્‍સ્‍યોરન્‍સ મોંઘો છે. કેટલાક જાણકારોનું માનવુ છે કે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સની પરવાનગી મળવાથી માર્કેટમાં પહેલાથી રહેલ હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓને નુકશાન થશે. જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીઓને પણ નુકશાન ભોગવવુ પડશે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સનું પ્રીમીયમ ૫૮૫૭૨ કરોડથી વધીને ૭૩૩૩૦ કરોડ પર પહોંચી ગયુ છે. હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સના બીઝનેસમાં વાર્ષિક ૨૪ ટકાનો વધારો થાય છે. આજ કારણ છે કે જીવન વીમા કંપનીઓનો () હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પર છે

(10:47 am IST)