Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાહુલ ગાંધીએ ભારતીય વિદેશ સેવાને ‘અહંકારી’ ગણાવતા એસ,જયશંકરે આપ્યો વળતો જવાબ

અજાણ્યા યુરોપિયન અમલદારોને ટાંકીને ભારતીય વિદેશ સેવા વિશેની ટિપ્પણી માટે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા:જયશંકરે કહ્યું, “તેને ઘમંડ ન કહી શકાય. આ આત્મવિશ્વાસ છે. આને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કહેવામાં આવે છે.

નવી દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અજાણ્યા યુરોપિયન અમલદારોને ટાંકીને ભારતીય વિદેશ સેવા વિશેની ટિપ્પણી માટે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. ગાંધીએ કેટલાક યુરોપિયન અમલદારોની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો કે “ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે અને ઘમંડી બની ગઈ છે”.

કોંગ્રેસના નેતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જયશંકરે ટ્વીટ કર્યું કે ભારતીય વિદેશ સેવામાં પરિવર્તન આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. વિદેશ મંત્રીએ કહ્યું, “હા, ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે. તેઓ સરકારના આદેશનું પાલન કરે છે. તેઓ અન્યની દલીલોનો વિરોધ કરે છે.” જયશંકરે કહ્યું, “તેને ઘમંડ ન કહી શકાય. આ આત્મવિશ્વાસ છે. આને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કહેવામાં આવે છે.”

લંડનમાં ‘આઈડિયાઝ ફોર ઈન્ડિયા’ કોન્ફરન્સમાં ગાંધીએ વિવિધ મુદ્દાઓ પર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર પર પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે ભારતમાં શક્તિશાળી લોકો, એજન્સીઓ દ્વારા સંસ્થાઓ પર હુમલો કરવામાં આવે છે અને ‘કબજે’ કરવામાં આવે છે.’

સંવાદ સત્ર દરમિયાન ગાંધીએ ભારતીય વિદેશ સેવાની પણ ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “મેં યુરોપમાં કેટલાક અમલદારો સાથે વાત કરી તેઓ કહેતા હતા કે ભારતીય વિદેશ સેવા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, તેઓ સાંભળતા નથી. તેઓ ઘમંડી છે… વાતચીત કરતા નથી.

 

(8:53 pm IST)