Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

દેશના ત્રણ રાજ્યોમાં પૂરનો કહેર :આસામમાં 8 લાખ લોકો બેઘર:બિહારમાં વીજળી પડતા 33 લોકોના મોત: કર્ણાટકમાં વિકટ સ્થિતિ

ચોમાસા પહેલા ભારતમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ : ચોમાસુ શરુ થવાને થોડા દિવસોની વાર છે તે પહેલા કુદરતે તેનું રોદ્ર સ્વરુપ દેખાડવાનું શરુ કર્યું

નવી દિલ્હી :  ચોમાસુ શરુ થવાને થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા કુદરતે તેનું રોદ્ર સ્વરુપ દેખાડવાનું શરુ કર્યું છે અને સૌથી પહેલા ત્રણ રાજ્યો આસામ, બિહાર અને કર્ણાટક કુદરતી આફતનો ભોગ બન્યા છે. 

આસામાં ભારે વરસાદને પગલે ભારે પૂરની ખબર છે. પૂર સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે.  કછાર, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધી પૂરને કારણે 8 લાખ લોકો બેઘર થયાના અહેવાલ છે. 500 પરિવારો રેલવે ટ્રેક પર જીવન વીતાવવા મજબૂર બન્યા છે. 

કર્ણાટકમાં પણ આ અઠવાડિયે ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું. બિહારમાં વીજળી અને વાવાઝોડા વચ્ચે 33 લોકોના મોત થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના ચાર જિલ્લા - નાગાંવ, હોજાઈ, કછાર અને દરરંગની સ્થિતિ ગંભીર છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે અહેવાલ આપ્યો છે કે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 29 જિલ્લામાં લગભગ 7.12 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઇશાન ભારત ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. કર્ણાટકમાં પણ આ અઠવાડિયે ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું. બિહારમાં વીજળી અને વાવાઝોડા વચ્ચે 33 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને લખ્યું, "રાજ્યના 16 જિલ્લામાં વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે." તેમણે લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી હતી." મુખ્યમંત્રીએ કહ્યું કે, "ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો." સીએમે કહ્યું કે, તેમણે રાજ્યને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સૂચિબદ્ધ પગલાઓનું પાલન કરવા વિનંતી કરી છે.

(8:13 pm IST)