Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોદી સરકારનો મોટો નિર્ણય :વર્ષના 12 ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસીડી આપશે

ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે લાભ

નવી દિલ્હી :  નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાડો આવશે જે લોકો માટે ખૂબ મોટી રાહત છે

  આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર પર(12 સિલિન્ડર સુધી) પર 200 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.

(7:16 pm IST)