Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પાકિસ્તાનના પૂર્વ મહિલા મંત્રી શિરીન મજારીને પોલીસ ઢસડીને લઇ ગઈ : પંજાબ અને ઈસ્લામાબાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન : 129 એકર જમીનના વિવાદને લઈને શિરીન મજારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો : વારંવાર વિનંતી કરવા છતાં હાજર ન થતા ધરપકડ : ઇમરાનખાને અપહરણનો આરોપ લગાવ્યો

ઇસ્લામાબાદ : ભ્રષ્ટાચાર વિરોધી પંજાબ અને ઈસ્લામાબાદ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શિરીન મજારીની તેમના ઘરની બહારથી ધરપકડ કરી છે. ઈમરાન ખાને અપહરણનો આરોપ લગાવ્યો છે.

પીટીઆઈ નેતા ઈફ્તિખાર દુર્રાનીએ શિરીન મજારીની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કોહસર પોલીસ સ્ટેશન પહોંચવાની અપીલ કરી છે.

આ મામલાને લઈને ઈસ્લામાબાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ડીજી ખાનમાં નોંધાયેલા પ્રોપર્ટી કેસમાં શિરીન મજારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ મંત્રીને ઈસ્લામાબાદના કોહસાર પોલીસ સ્ટેશનમાંથી ડીજી ખાનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ડીજી ખાનમાં 129 એકર જમીનના વિવાદને લઈને શિરીન મજારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને વારંવાર વિનંતી કરવા છતાં તે હાજર થઈ ન હતી.

પુરુષ પોલીસ અધિકારીઓએ મારી માતાને માર માર્યોઃ
પત્રકારો સાથે વાત કરતા, મજારીની પુત્રી ઈમાન ઝૈનબ મઝારી-હાઝીરે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેની માતાને પુરૂષ પોલીસ અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને બળજબરીથી લઈ જવામાં આઆવી. ઝૈનબે શાહબાઝ સરકારને ચેતવણી આપી છે કે જો તેની માતાને કંઈ થશે તો તે કોઈને છોડશે નહીં. મારી માતાની કોઈપણ પૂર્વ સૂચના વિના ધરપકડ કરવામાં આવી છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)