Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

2021માં હાઇએસ્‍ટ સેલિંગ સ્‍માર્ટફોનમાં પોતાનું નામ નોંધાવનાર કંપની વનપ્‍લસએ પોતાના આગામી ફોનને ભારતમાં લોન્‍ચ કરવાને લઇ કર્યો મોટો ખુલાસો

વનપ્‍લસ નોર્ડ-ટુટી સ્‍માર્ટફોન ભારતમાં આગામી જુલાઇ અથવા ઓગસ્‍ટમાં લોન્‍ચ થઇ શકેઃ જાણો ફોનની ખાસિયત અને તેના ફિચર્સ વિશે

નવી દિલ્‍હીઃ છેલ્લા થોડા વર્ષોથી મીડરેન્‍જ સેગમેન્‍ટમાં સૌથી સારા અને સૌથી બેસ્‍ટ ફોન લોન્‍ચ કરી ટોપ સેલિંગ બ્રાન્‍ડસમાં પોતાનું નામ સૌથી મોખરે રાખનાર કંપની વનપ્‍લસે તેના આગામી વનપ્‍લસ નોર્ડ-ટુટી સ્‍માર્ટફોનમાં ભારતમાં લોન્‍ચીંગને લઇ ચર્ચામાં રહી છે. અને ઉલ્લેખનીય છે કે, આ ફોન ગ્‍લોબલ માર્કેટમાં લોન્‍ચ થઇ ચુક્‍યો છે. ફક્‍ત ભારતમાં લોન્‍ચ કરવાનો બાકી છે ત્‍યારે મળતી માહિતી મુજબ આ ફોન આગામી જુલાઇ અથવા ઓગસ્‍ટમાં લોન્‍ચ થઇ શકે છે.

વનપ્લસનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન, OnePlus Nord 2T 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. આ સ્માર્ટફોનને થોડા સમય પહેલાં જ ગ્લોબલ સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આવો જાણીએ કે OnePlus Nord 2T 5G ભારતમાં ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત કેટલી હશે અને તેમાં તમને કયા ફિચર્સ મળશે...

ભારતમાં લોન્ચ થશે OnePlus Nord 2T 5G

OnePlus Nord 2T 5G ને થોડા સમય પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે-સાથે આ સ્માર્ટફોનને ગ્લોબલ માર્કેટ માટે પણ રજૂ કરવામાં આવ્યો છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. સત્તાવાર રીતે આ અંગે કોઇ જાણકારી નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે OnePlus Nord 2 ને ગ્લોબલ લોન્ચના બે-ત્રણ મહિના બાદ ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો OnePlus Nord 2T 5G સાથે પણ એવું જ થશે. તેનો અર્થ એ થયો કે વનપ્લસના આ નવા ફોનને જુલાઇ અથવા ઓગસ્ટ વચ્ચે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

OnePlus Nord 2T 5G ના સ્પેસિફિકેશન્સ

OnePlus Nord 2T 5G માં, તમને 6.43-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે અને 90Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવી રહ્યો છે. મીડિયાટેક ડાયમેન્સિટી 1300 ચિપસેટ પ્રોસેસર પર કામ કરના આ સ્માર્ટફોનમાં તમને 12GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળી રહેશેઅને તે બે વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. OnePlusનો આ નવો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 (Android 12) OS પર કામ કરે છે અને તેમાં તમને 4500mAh બેટરી સાથે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

ભારતમાં OnePlus Nord 2T 5G ની કિંમત

આવો હવે જાણીએ ભારતમાં OnePlus Nord 2T 5G ની કિંમત કેટલી હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે OnePlus Nord 2T 5G નું બેસ વેરિન્ટ (8GB RAM + 128GB ROM) 399 યૂરો એટલે કે લગભગ 32,700 રૂપિયામાં લોન્ચ થશે અને તેના ટોપ મોડલ (12GB RAM + 256GB સ્ટોરેજ) ને 499 યૂરો (લગભગ 40,900 રૂપિયા) માં ખરીદી શકાશે. આ મુજબ ભારતમાં OnePlus Nord 2T 5G ના બેસ મોડલની કિંમત 30 હજારની આસપાસ હોઇ શકે છે અને ટોપ મોડલની કિંમત 35 થી 40 હજાર રૂપિયા વચ્ચે ખરીદી શકાય છે. 

કેમેરાની વાત કરીએ તો OnePlus Nord 2T 5G એક ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમને 50MP નું Sony IMX766 પ્રાઇમરી સેંસર, 8MP નો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ અને 2MP નો મોનોક્રોમ સેંસર આપવામાં આવી રહ્યું છે. સેલ્ફી માટે અને વીડિયો કોલ્સ માટે આ સ્માર્ટફોનમાં તમને 32MP નો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવશે. તમને જણાવી દઇએ કે OnePlus Nord 2T 5G નો ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમત કેટલી હશે, આ અંગે કંપની તરફથી કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી.

(5:20 pm IST)