Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

દિલ્‍હીમાં ભારે વરસાદ : રાજનાથસિંહની ફલાઇટ સહિત અનેક વિમાનો કરાયા ડાયવર્ટ

ખરાબ હવામાનને કારણે દિલ્‍હી એરપોર્ટ પર ફલાઇટ ઓપરેશન પ્રભાવિત

નવી દિલ્‍હી તા. ૨૧ : દિલ્‍હીમાં ભારે વરસાદને કારણે ઘણી ફલાઈટો ડાયવર્ટ કરવામાં આવી હતી. શુક્રવારે ભારે વરસાદને કારણે રક્ષા મંત્રી રાજનાથ સિંહની ફલાઈટ સહિત ઓછામાં ઓછી ૧૧ ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર હાજર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્‍હી અને એનસીઆરના લોકોને છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીમાંથી શુક્રવારે થોડી રાહત મળી છે. દિલ્‍હીમાં ભારે વરસાદને કારણે ઘણી ફલાઈટો ડાયવર્ટ કરવામાં આવી હતી. શુક્રવારે ભારે વરસાદને કારણે રક્ષા મંત્રી રાજનાથ સિંહની ફલાઈટ સહિત ઓછામાં ઓછી ૧૧ ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર હાજર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ખરાબ હવામાનને કારણે રક્ષા મંત્રી રાજનાથ સિંહની ફલાઈટને આગ્રા ડાયવર્ટ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સંરક્ષણ પ્રધાન ગુજરાતના વડોદરામાં શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્‍હી પરત ફરી રહ્યા હતા, જયાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી.

 

(12:11 pm IST)