Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

લોકો રડી રહ્યા છે.. મદદ માંગી રહ્યા છે અને તે રેલીઓમાં હસી રહ્યા છે:પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં 6 કરોડ રસીની નિકાસ કરવાની શુ જરુર હતી.???

નવી દિલ્હી :દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં 6 કરોડ રસીની નિકાસ કરવાની શુ જરુર હતી. તે સમયે તો ફક્ત 3થી 4 કરોડ લોકોનું રસીકરણ થયું હતુ. આખરે ભારતીયોને પ્રાથમિકતા કેમ ન આપવામાં આવી

ભારતમાં કોરોનાને લીધે સ્થિતિ ખરાબ થઈ છે. તેવામાં અનેક જગ્યાઓ પર રસીની અછત, ઓક્સિજન અને બેડ્સની અછતની ફરિયાદ આવી રહી છે

  પ્રિયંકાએ સરકાર પર રસીની અછતને લઈને કોઈ પાક્કી રણનીતિ નહીં હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત કેમ થઈ, પ્રિયંકાએ મોદી સરકારને સવાલ કર્યો કે દુનિયામાં ઓક્સિજન ઉત્પાદન કરવામાં ભારત સૌથી ઉપર છે તો પણ અહીં ઓક્સિજનની અછત કેમ થઈ રહી છે. તમારી પાસે 7થી 8 મહિના સુધીનો સમય હતો. જાણકારોનું કહેવું છે કે બીજી લહેર વિશે સચેત પણ કહ્યા હતા. પરંતુ તમે તેના પર ધ્યાન આપવું યોગ્ય ન સમજ્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ઉદાસીનતાના કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે .

(11:16 am IST)