Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જમ્મુ-કાશ્મીરમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ, ઘણા વિસ્તારોમાં સંદેશાવ્યવહાર ખોરવાયો

(સુરેશ એસ. ડુગ્ગર દ્વારા ) જમ્મુ : આજે અત્યારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં રિક્ટર સ્કેલ પર ૬.૬ની તીવ્રતા ધરાવતો એક જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કુપવાડામાં ૩ને ગંભીર ઈજા. લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા આ ભૂકંપને કારણે ઘણા વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે કનેક્ટિવિટીના અભાવે કોઈ જાનહાની કે નુકશાનની જાણ થઈ શકી નથી. ચીનમાં પણ ૬.૬ નો જોરદાર આંચકા.. ભૂકંપનું કેન્દ્ર હિંદુ કુશ ક્ષેત્ર હતું, ભૂકંપથી કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી,

(11:10 pm IST)