Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ભારતમાં ગામડાંઓ અને શહેરો વચ્ચે ઇન્ટરનેટના વપરાશકારોમાં મોટો તફાવત

નવી દિલ્હી તા. ર૧ આજે દેશમાં ડિજીટલ ઇન્ડીયાની વાતો થઇ રહી છે, પણ શહેરો અને ગામડાંઓમાં ઇન્ટરનેટના વપરાશકારોમાં મોટો તફાવત જોવા મળે છે. મુંબઇ, દિલ્હી અને કલકત્તા જેવા શહેરોમાં ઇન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા દેશમાં સૌથી વધારે છે, જયારે ૧૭૦ શહેરોની આ યાદીમાં સૌથી ઓછા વપરાશકારો ફતેહપુર, જગદલપુર અને ઇમ્ફાલમાં જોવા મળ્યા છે. શહેરોમાં ઇન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા ૧૮.ર૯ કરોડ છે, જયારે ગામડાઓમાં આ સંખ્યા ૯.૮ કરોડની છે. જો કે જૂન સુધીમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા પચાસ કરોડ જેટલી થવાની ધારણા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ વાપરનારા લોકોમાં પુરૂષોની સંખ્યા મહિલા કરતાં વધારે છે.

(12:56 pm IST)