Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મુંબઇમાં 'આઘે આઘેથી વેણુ વાય છે...' સુગમ સંગીતના વરિષ્ઠ ગાયીકા કૌમુદી મુનશીના ૯૦માં વર્ષ-પ્રવેશની ઉજવણી

રાજકોટ, તા., ૨૧: ઉપશાસ્ત્રીય સંગીત તેમજ ગુજરાતી સુગમ સંગીતના વરિષ્ઠ ગાયીકા શ્રીમતી કૌમુદી મુનશીનાં ૯૦માં વર્ષ-પ્રવેશની ઉજવણી કરવામાં આવશે.

શ્રીમતી કૌમુદી મુનશીના ૯૦માં વર્ષ-પ્રવેશની ઉજવણી રૂપે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રના ઉપક્રમે ગીત-સંગીતની વિશિષ્ઠ મહેફીલ તા.રરને ગુરૂવારે સાંજે ૭.૪પ વાગ્યે ભવન ચોપાટી ખાતે 'આઘે આઘેથી વેણુ વાય છે' નું ભવ્ય આયોજન કરાયું છે.

જેમાં ગાયકો ધનાશ્રી પંડીત રાય, રેખા ત્રિવેદી, જાહન્વી શ્રીમાંકર, પરીક્ષા પંડયા શાહ, ઉપક્ષા પંડયા, મીરાંદે શાહ, અક્ષત પરીખા, ઉદય મઝુમદાર ગીત-સંગીત રજુ કરશે.

આ કાર્યક્રમનું સંગીત સંકલન ઉદય મઝુમદાર, આલેખન ગીતા માણેક, સંચાલન સનત વ્યાસ, સંકલ્પના નિરંજન મહેતા, સંયોજન કમલેશ મોતા, મંચસજ્જા સુભાષ આશર, ધ્વની અનિલ પ્રાણનો સહયોગ મળ્યો છે.  આ કાર્યક્રમના નિઃશુલ્ક પ્રવેશપત્રો ભવન ચોપાટી ખાતે તા. ૧૯ થી મળશે તેમ યાદીમાં જણાવાયું છે.(૪.૨)

(11:35 am IST)