Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ખુશખબરઃ રેલ્વે બોર્ડ દ્વારા ભરતીમાં મોટી રાહત, વયમર્યાદા વધી

વયમર્યાદા ૨૮થી વધારી ૩૦ વર્ષ કરાઇ

નવી દિલ્હી તા. ૨૧ : ભારતીય રેલવેએ રેલવે ભરતી નિયંત્રણ બોર્ડ પરીક્ષાઓ માટે અરજી કરવા માટે ઉંમર મર્યાદામાં ઉમેદવારોને મોટી રાહત આપી છે. હવે લોકો પાયલટ્સ અને અસિસ્ટન્ટ લોકો પાયલટ્સ માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા ૨૮થી વધારીને ૩૦ વર્ષ કરી દેવાઈ છે. આ જ રીતે ઓબીસી માટે વય મર્યાદા ૩૧થી વધારીને ૩૩ વર્ષ જયારે એસસી/એસટી માટે ૩૩થી વધારીને ૩૫ વર્ષ કરી દેવાઈ છે.

આ જ રીતે ગ્રુપ ડીની પરીક્ષાઓમાં સામાન્ય વર્ગ માટે વય મર્યાદા ૨૮થી વધારીને ૩૦ વર્ષ, ઓબીસી માટે ૩૪થી વધારીને ૩૬ વર્ષ જયારે એસસી/એસટી માટે ૩૬થી વધારીને ૩૮ વર્ષ કરી દેવાઈ છે.વયમર્યાદા માટે બિહારમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું જયાર બાદ આ ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતીય રેલવેએ ઘોષણા કરી છે કે, ભરતીની પરીક્ષાઓ મલયાલમ, તમિલ, કન્નડ, ઓડિયા, તેલુગુ અને બાંગ્લા જેવી પ્રાદેશિક ભાષાઓમાં પણ યોજાશે.(૨૧.૮)

(11:34 am IST)