Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જેટલી વીજળી જોઇએ તેટલું કરાવો રિચાર્જ, આવી રહ્યા છે પ્રી-પેડ મીટર

બિલ ભરવાની માથાકુટ થશે દૂર

જબલપુર તા. ૨૧ : દર મહિને ખોટા રીડિંગ બિલ અને બિલ ભરાવની માથાકુટમાંથી ગ્રાહકોને મુકિત મળી શકે છે. વીજળી કંપની આ બધી માથાકૂટને દૂરકરવા માટે હવે પ્રી-પેડ મીટર લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં ગ્રાહકોએ મોબાઈલ રિચાર્જની જેમ વીજળીનું પણ રિચાર્જ કરાવવાનું રહેશે. આ પ્રીપેડ મીટર સુવિધામાં ૨૫ પૈસા પ્રતિ યુનિટ વીજળી સસ્તી મળશે.

 

વીજળી કંપની પ્રી-પેડ મીટર સાથે જોડાયેલા નિયમો બનાવી રહી છે. જેમ કે પ્રી-પેડ મીટરની સુવિધા કોને આપવી. પ્રી-પેડ વીજળી રિચાર્જ કૂપન કેટલા કેટલા રૂપિયાની રહેશે. કઈ જગ્યાએથી મેળવી શકાશે. આ તમામ બાબતો અંગે કંપનીની એડવાઈઝરી કમીટી નિર્ણય કરશે.

ઘણી વખત ગ્રાહકો ઘરમાં રહે કે ન રહે પરંતુ તેમને દર મહિને બિલ ભરવું પડે છે. હાલમાં મીટરનો ઉપયોગ ન કરો તો પણ ન્યૂનતમ ૧૭૦ રૂપિયાની આસપાસ બિલ ભરવું પડે છે. પ્રી-પેડ મીટરમાં એવું નહીં થાય.જેટલી વીજળી વપરાશે તેટલું બેલેન્સ કટ થશે.કંપનીઓને ૩૦ ટકા વીજળી બિલની રિકવરી થતી નથી. જેના કારણે કંપનીઓના ૫૦૦ કરોડ રૂપિયાના બિલ પેન્ડિંગ પડ્યા છે. કંપનીને પ્રતિબિલ પ્રિન્ટ અને તેને પહોંચાડવા માટે ૧૦ રૂપિયાનો ખર્ચ થાય છે. આ તમામ ખર્ચનો કંપનીને ફાયદો થશે.(૨૧.૧૦)

(11:32 am IST)