Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

J&K: મલંગપોરાના એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો

સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

 જમ્મુ, તા.૨૧ : કાશ્મીરનાં પુલવા જિલ્લાનાં મલંગપોરામાં આવેલ એરફોર્સ સ્ટેશનમાં તહેનાત ગાર્ડ્સ પર આતંકીઓએ હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘાટીનાં સુંજવા આર્મી કેમ્પ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેનાનાં ૬ જવાન શહીદ થયાં હતાં. જેનાં વળતા જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ૪ આતંકીઓને ઠાર માર્યા હતાં.

 

આતંકીઓએ એરફોર્સ સ્ટેશન પર હાજર રહેલા સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો. જેનાં જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ ફાયરીંગ કર્યું હતું. સુરક્ષાકર્મી તરફથી કરાયેલ ફાયરીંગ બાદ આતંકીઓ ત્યાથી ફરાર થઇ ગયાં હતાં.

જેથી હવે સેના દ્વારા આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે હાલમાં કોઇ પણ પ્રકારની જાનહાની થયા હોવાનાં સમાચાર નથી મળી રહ્યાં. (૨૪.૩)

(11:30 am IST)