Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વાયરલ ગર્લ પ્રિયાએ માર્ક ઝુકરબર્ગને પણ છોડયા પાછળ

નવી દિલ્હી તા. ૨૧ : એક નાનકડી વીડિયો કિલપથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી દેનાર પ્રિયા પ્રકાશ વાયરિયરે હવે સોશિયલ મીડિયા કિંગ એવા ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ પાછળ છોડી દીધા છે.

હકીકતમાં વાત એમ છે કે પોતાની અપકમિંગ ફિલ્મ 'ઉર આદર લવ'ના સોન્ગ 'માનિકય મલારાયા પૂવી'માં તેની આંખ મારવાની સ્ટાઇલ અને સ્માઇલના કારણે રાતોરાત સોશિયલ મીડિયા પર પ્રિયાના લાખો ફોલોઅર્સ બની ગયા છે.

હવે તો સ્થિતિ એવી આવી છે કે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાએ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ ફોલોઅર્સ મામલે પાછળ છોડી દીધા છે. ઇંસ્ટાગ્રામ પર પ્રિયાના ૪.૫ મિલિયન ફોલોઅર્સ છે જયારે ઝુકરબર્ગના માત્ર ૪ મિલિયન જ ફોલોઅર્સ છે.આ એટલા માટે પણ રોચક સમાચાર છે કે ઇંસ્ટાગ્રામના માલિકી હક્ક પણ ઝુકરબર્ગ જ ધરાવે છે. ત્યારે તેમની જ પ્રોડકટમાં પ્રિયાને તેમને હરાવી દીધા છે. માત્ર ૧૮ વર્ષની B.Comના પહેલા વર્ષમાં ભણતી પ્રિયા કેરળના ત્રિશૂરમાં રહે છે. જેના એક સોન્ગના વાયરલ થયા બાદ પ્રિયાના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે.(૨૧.૧૩)

 

(11:28 am IST)