Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

નહીં લૂંટી શકે તમારી કમાણીઃકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નિયમોનું પાલન કર્યા વિના સંચાલિત ડિપોઝિટ સ્કીમ્સ દ્વારા ભોળા રોકાણકારો સાથે ઠગાઈ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી સરકાર સંસદમાં એક નવું બિલ રજૂ કરશે

નવી દિલ્હી, તા.૨૧ : નિયમોનું પાલન કર્યા વિના સંચાલિત ડિપોઝિટ સ્કીમ્સ દ્વારા ભોળા રોકાણકારો સાથે ઠગાઈ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી સરકાર સંસદમાં એક નવું બિલ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ચિટ ફંડ અધિનિયમમાં સંશોધન કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેથી લોકોને અન્ય નાણાંકિય રોકાણ યોજનાઓમાં નાણા રોકવાનો એક વધુ વ્યવસ્થિત અધિકાર મળી શકે. આ નિયમ લાગૂ થવાથી બિટકાઈન જેવી ક્રિપ્ટોકરન્સી પર લગામ લાગી જશે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મંત્રીમંડળે અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ૨૦૧૮ના સંસદમાં રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'આ બિલનો હેતુ દેશમાં ચાલી રહેલી ગેરકાયદેસર સેવિંગ્સ સ્કીમ પર રોક લગાવવાનો છે. આવી યોજનાઓ ચલાવનારી કંપનીઓ/સંગઠનો વર્તમાન રેગ્યુલેટિવ ખામી તથા કારોબારી ઉપાયોની નબળાઈઓનો ફાયદો ઉઠાવી ભોળા લોકોની મહેનતની કમાણી ઠગી લે છે.'

ચિટ ફંડ અધિનિયમમાં ફેરફારના ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે કે, પ્રસ્તાવિત સંશોધન આ ક્ષેત્રમાં વ્યવસ્થિત વૃદ્ઘિ લાવવા અને આ ક્ષેત્રની સામેની અડચણોને દૂર કરવા માટે છે. સંસોધનથી લોકોને અન્ય નાણાંકિય ઉત્પાદનોમાં રોકાણની વધારે તકો મળી રહેશે.

(11:23 am IST)