Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

CBI એ જવાબ આપવા નનૈયો ભણ્યો

માલ્યા અને લલિત મોદી જેવા ભાગેડુઓને પાછા લાવવાના પ્રયાસનો ખર્ચ કેટલો?: લલિત મોદી સામે મની-લોન્ડરિંગ કેસ ચાલે છે : ૯૦૦૦કરોડના લોન ડિફોલ્ટ કેસમાં વિજય માલ્યા વોન્ટે છે

નવી દિલ્હી, તા. ર૧ : RTI એકટ હેઠળની અરજીના અનુસંધાનમાં લલિત મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારતમાં પાછા લાવવાના ખર્ચની રકમ જણાવવાનો CBIએ ઇનકાર કર્યો છે. CBI એ જણાવ્યું હતું કે કેટલાક વિષયો અપવાદરૂપ હોવાથી  RTI  હેઠળ એની માહિતી આપવી અનિવાર્ય નથી બનતી. વિજય માલ્યા ૯૦૦૦ કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટ કેસમાં વોન્ટેડ  છે અને લલિત મોદી સામે IPLમાં મની-લોન્ડરિંગનો કેસ ચાલે છે. જોકે અત્યારે લંડનમાં વસતા લલિત મોદી અને વિજય માલ્યા બન્નેએ આરોપો નકાર્યા છે.

જોકે RTI એકટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે CBIએ જે પ્રકારની માહિતીને અપવાદરૂપ ગણી છે એમાં સાર્વજનિક સત્તાતંત્ર સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના વિષયનો સમાવેશ નથી. પુણેના એકિટવિસ્ટ વિહાર ધુર્વેએ લલિત મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવા માટે કરવામાં આવતા ખર્ચની વિગતો માગતી અરજી RTI એકટ હેઠળ કરી હતી. વિહાર ધુર્વેની RTI એકટ હેઠળની અરજી ફાઇનેન્સ મિનિસ્ટ્રીએ CBIને સોંપી હતી.

વિહાર ધુર્વેની અરજીના જવાબમાં  CBI જણાવ્યું હતું કે સરકારના ર૦૧૧ના નોટિફિકેશનના અનુસંધાનમાં RTIએકટ હેઠળ કોઇ પણ વિગતો જણાવી શકાય એમ નથી.RTIએકટના સેકશન-ર૪ હેઠળ કેટલાક ઓર્ગેનાઇઝેશન્સને અપવાદરૂપ વિષયોની યાદીમાં મૂકીને કેન્દ્ર સરકારના ટ્રાન્સપરન્સી લોમાંથી બાકાત રાખી શકાય છે. (૮.પ)

(10:15 am IST)