Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની તૈયારી

પેરિસમાં ફાઇનેન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સની બેઠકમાં બચાવ કરવા ઇસ્લામાબાદે ટોચના અફસરને મોકલ્યા

નવી દિલ્હી, તા. ર૧ : આતંકવાદને નાણાકીય સહયોગ આપનારા દેશોની યાદીમાં પાકિસ્તાનને મૂકવા સંબંધી અમેરિકા દ્વારા પ્રાયોજિત ઠરાવની ચર્ચા હાથ ધરનારી પેરિસની ફાઇનેન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સ (FATE)ની મીટીંગમાં બચાવ માટે પાકિસ્તાને વરિષ્ઠ અધિકારીને રવાના કર્યા છે. આતંકવાદને સપોર્ટ કરવાના આરોપ બાબતે પાકિસ્તાન સામે શિક્ષાત્મક પગલા લેવાઇ શકે છે.

પાકિસ્તાને વડાપ્રધાન નાણાકીય બાબતોના સલાહકાર ડો. મિફતાહ ઇસ્માઇલને FATEની મીટીંગમાં હાજરી આપવા માટે મોકલ્યા છે. મિફતાહ ઇસ્માઇલને પેરિસ મોકલવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો હતો. અમેરિકા અને બ્રિટને પાકિસ્તાનને FATE ટેરરિસ્ટ ફાઇનેન્સિંગ વોચ-લિસ્ટમાં મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે. એ દરખાસ્તને ફ્રાન્સ અને જર્મનીએ સમર્થન આપ્યું છે.(૮.૪)

 

(10:13 am IST)