Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મુખ્ય સચિવની મારપીટ

'આપ'ના ધારાસભ્યની ધરપકડઃ એક ભૂગર્ભમાં

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી તા. ૨૧ : દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે થયેલ ખરાબ વર્તન અને મારપીટના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલની પોલીસે ધરપકડ કરી લીધી છે. મુખ્ય સચિવ અંશુ પ્રકાશે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ર્ીદિલ્હી પોલીસે મોડી રાત્રે પ્રકાશ જરવાલની ધરપકડ કરી હતી. પ્રકાશ જરવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઓખલા નિવાસ પર મંગળવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરી દેવાયું.

મુખ્ય સચિવ અંશુ પ્રકાશની એફઆઈઆરમાં બીજું નામ અમાનતુલ્લાનું જ છે અને તે જ મુખ્ય આરોપી છે. ધારાસભ્ય પ્રકાશ જરવાલની વિરૂદ્ઘી આઈપીસીની સેકશન ૧૮૬, ૩૫૩, ૩૨૩, ૩૪૨, ૫૦૪, ૫૦૬ (૨) અને ૧૨૦ બી અને ૩૪દ્ગક અંતર્ગત કેસ નોંધાયો હતો. આપના કાઉન્સિલર પ્રેમ ચૌહાણના મતે જરવાલ પોતાના સહયોગીઓની સાથે એક લગ્ન સમારંભમાં સામેલ થવા માટે જઇ રહ્યાં હતા. દિલ્હી પોલીસે રાત્રે અંદાજે ૧૧ વાગ્યે ખાનપુર ટ્રાફિક સિગ્નલ પાસે જ તેમની ગાડીને રોકી લીધી. પોલીસે પ્રકાશ જરવાલને ઉઠાવી લીધા પરંતુ સહયોગીઓને જવા દીધા. સહયોગીઓએ આપ નેતૃત્વને તેની માહિતી આપી દીધી.

આપના કાઉન્સિલર પી.ચૌહાણએ જરવાલની ધરપકડ બાદ પોલીસની મંશા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેઓ (જરવાલ) બપોર પોલીસ સ્ટેશન ગયા હતા અને તમામ માહિતી આપી દીધી હતી. રાત્રે તેમની આ રીતે ધરપકડ કરી લેવાની શું જરૂર હતી? અમે પણ મુખ્ય સચિવની વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે પરંતુ તેની ધરપકડ કરાઇ નહીં. અમે સરેન્ડર કરવા તૈયાર હતા, તેઓ રાહ જોઇ શકતા હતા.

અંશુ પ્રકાશની લેખિત ફરિયાદના મતે રાત્રે ૧૨ વાગ્યે મીટિંગમાં આવવા માટે તેમના પર દબાણ કરાયું હતું અને ત્યાં તેમને અપશબ્દ બોલવામાં આવ્યા અને મારપીટ પણ કરાઇ. અંશુના મતે એક ધારાસભ્યે તેમને અપશબ્દો કહ્યા અને કહ્યું કે તેમને રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે અને જાતિસૂચક શબ્દ કહેવાનો આરોપ મૂકી દેશે. અંશુએ આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ મૂકતા લખ્યું કે રૂમમાં હાજર કોઇપણ વ્યકિત તેમને બચાવવાની કોશિષ કરી નહીં.

બીજીબાજુ આમ આદમી પાર્ટીની તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રકાશને રાશન પર ચર્ચા માટે મુખ્યમંત્રી આવાસ બોલાવામાં આવ્યા હતા. પાર્ટીએ એક નિવેદનમાં દાવો કર્યો કે મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્યોની એક બેઠક હતી. મુખ્ય સચિવે પ્રશ્નનો જવાબ આપવાની ના પાડી દીધી અને કહ્યું કે ધારાસભ્યો અને મુખ્યમંત્રીના પ્રતિ જવાબદેહ નથી, તેઓ માત્ર ઉપરાજયપાલના પ્રતિ જવાબદેહ છે. તેમણે કેટલાંક ધારાસભ્યોના પ્રતિ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો અને પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતા રહ્યાં.(૨૧.૭)

 

(11:30 am IST)