Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વિધર્મી સાથે લગ્ન કરનાર દંપતીને તાત્કાલિક મુક્ત કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ : પોલીસે કરેલી ધરપકડ આઘાતજનક હોવાનું જણાવ્યું : 4 સપ્તાહ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો હુકમ કર્યો : પુખ્ત વયની વ્યક્તિને નાતજાતના ભેદભાવ વિના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર

અમદાવાદ : તાજેતરમાં વિધર્મી સાથે લગ્ન કરનાર પાલનપુરના દંપતીની પોલીસે ધરપકડ હતી.તેથી હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી.
નામદાર કોર્ટએ પોલીસ દ્વારા ઉપરોક્ત મામલે કરાયેલી ધરપકડ આઘાતજનક ગણાવી હતી.તથા જણાવ્યું હતું કે પુખ્ત વયની વ્યક્તિને નાતજાતના ભેદભાવ વિના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર છે.

નામદાર કોર્ટએ તાત્કાલિક દંપતીને મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.દંપતી પૈકી યુવક સુરતમાં નોકરી કરે છે.તેથી દંપતીને  સુરતમાં પણ 4 સપ્તાહ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો હુકમ કર્યો હતો.તથા વધુ જરૂર પડે તો પ્રૉટેક્શનની મુદત વધારી આપવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટએ ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટ તથા અલ્હાબાદ કોર્ટના ચુકાદા ટાંક્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)