Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

લવ જેહાદ ' : મધ્ય પ્રદેશના ભોપાલમાં મુસ્લિમ યુવકે અસદ ને બદલે આશુ નામ રાખી હિન્દૂ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી : ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરતા એફ.આઈ.આર. દાખલ

ભોપાલ : મધ્ય પ્રદેશના ભોપાલમાં લવ જેહાદનો પ્રથમ મામલો બહાર આવ્યો છે.જે મુજબ રાજધાની ભોપાલમાં એક મુસ્લિમ યુવકે પોતાનું  નામ અસદ ને બદલે આશુ રાખી હિન્દૂ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હોવાની એફ.આઈ.આર.નોંધાઈ છે.જે મુજબ યુવકે હિન્દૂ યુવતી સાથે ઘણા સમય સુધી દુષ્કર્મ આચર્યું હતું.અને બાદમાં ધર્મ પરિવર્તન કરી લઇ લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો.આથી યુવતીના પરિવારે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં નવો કાયદો અમલમાં આવ્યા પછીનો આ બીજો અને ભોપાલનો પ્રથમ કિસ્સો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:41 pm IST)