Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

દિલ્‍હીમાં અંજલી જ્‍વેલર્સમાં પીપીઇ કિટ પહેરીને આવેલ મોહમ્‍મદ શેખ 13 કરોડનું 25 કિલો સોનુ ચોરવા જતા ઝડપાઇ ગયો

નવી દિલ્હીઃ કોરોના કાળમાં રાજધાની દિલ્હીમાં PPE કિટ પહેરી જ્વેલર્સની દુકાનમાંથી 25 કિલો સોનાના દાગીનાની ચોરીનો મામલો નોંધાયો. પરંતુ પોલીસે 24 કલાકમાં જ 13 કરોડની કિંમતના સોનાના દાગીની સાથે આરોપી ચોર મોહમ્મદ શેખ નૂરને ઝડપી પાડ્યો.

પોલીસે આ ચોરી અંગેની વિગત આપતા જણાવ્યું કે આરોપી મોહમ્મદ શેખ નૂક મૂળ પશ્ચિમ બંગાળના હુબલીનો રહેવાસી છે. તે દક્ષિણ-પૂર્વ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.

ગઇકાલે બુધવારે શેખ નૂરે સવારે 11 વાગે આ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા અંજલિ જવેલર્સમાં ચોરીની વારદાતે અંજામ આપી.

ધૂમ સ્ટાઇલનો ચોર બીજી ઇમારતમાંથી ઘૂસ્યો

ધૂમ સ્ટાઇલમાં થયેલી ચોરી અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી ચોર(13 crore theft)બીજી ઇમારતની છત પરથી અંજલિ જવેલર્સમાં પ્રવેશ્યો હતો. નવાઇની વાત એ છે કે આજુબાજુ 5 સશસ્ત્ર ગાર્ડ તહેનાત હતા.

છતાં શેખ નૂર ચોરીની ઘરેણા બેગમાં ભરી ઓટો રિક્ષા દ્વ્રારા આબાદ નીકળી ગયો હતો. અલબત્ત માત્ર 24 કલાકમાં જ પોલીસે તેને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો. જો કે પોલીસે આટલી ઝડપથી કઇ રીતે ચોરને પકડી પાડ્યો તેની વિગતો સાંપડી શકી નથી.

13 કરોડની ચોરીથી વેપારીઓમાં દહેશત હતી

13 કરોડની આટલી મોટી ચોરીની ઘટનાથી સનસનાટી ફેલાઇ ગઇ હતી અને વિસ્તારના વેપારીઓમાં દહેશત ફેલાઇ ગઇ હતી.આસપાસના લોકોનું કહેવું છે કે દુકાનમાં CCTV કેમેરા અને સશસ્ત્ર ગાર્ડની હાજરીમાં શાતિર ચોર ચોરી કરી નીકળી ગયો અને કોઇને કાનો કાન ખબર પણ ન થઇ.

(5:32 pm IST)