Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રફાલ ગણતંત્ર દિવસની ફલાઇપાસ્ટમાં શો ટોપર રહેશે

જોધપુર તા.ર૧ : આ વખતે ગણતંત્ર દિવસ ઉપર ફલાઇ પાસ્ટનો શો ટોપર રફાલ ફાઇટર વિમાન રહેશે. સુઓઇના સ્થાને રફાલ ચાર્લી વર્ટીકલ ફોરમેશનમાં સીંગલ ફલાઇ કરતા સમારોહનું સમાપન કરશે પરેડમાં કુલ જર-એફક્રાફટ સામેલ થશે. જેમાં આર્મી એવીએશન કોટર્સના ૪ હેલીકોપ્ટર પણ હશે બે તબકકે ફલાઇ પાસ્ટ યોજાશે.પ્રથમ તબકકામાં સૌપ્રથમ નિશાંત ફોર્મેશનમાં જ એમઆઇ૧૭ વી. પ હેલીકોપ્ટર આવશે જે તીરંગો અને ત્રણેય સેનાઓનો ધ્વજ લઇને રાજપથ સામેથી પસાર થશે. ત્યારબાદ ધ્રુવ ફોર્મેશનમાં આર્મીના ૪ હેલીકોપ્ટર હશે અંતમાં ભારત-પાક ૧૯૭૧ યુદ્ધની વિજય ર્સ્વણ જયંતી અવસરે રૂદ્ર ફોરર્મેશનમાં બે એમઆઇ -૧૭ વી-પ હેલીકોપ્ટર સાથે વિન્ટેજ ડકોટા એરક્રાફટ રાજભવન ઉપરથી પસાર થશે.

(3:48 pm IST)