Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

દિલ્હીના રસ્તા યુરોપની જેમ થશેઃ રી-ડીઝાઇન કરાશેઃ કેજરીવાલે સમીક્ષા કરી

રસ્તાની સાઇડમાં હરિયાળી થશેઃ બ્યુટીફીકેશન હાથ ધરાશે : સમય સીમામાં કામ પુરૂ કરવા અને લાપરવાહી ન રાખવા મુખ્યમંત્રીનો નિર્દેશ

નવી દિલ્હી તા. ર૧ : યુરોપની જેમ દિલ્હીના રસ્તાઓ ચમકશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોક નિર્માણ વિભાગના મંત્રી સત્યેન્દ્ર જૈન અને અધિકારીઓ સાથે ૧૦૦ ફુટ પહોળી પ૪૦ કિ.મી. લાંબી સડકો બ્યુટીફીકેશન અંગે ચર્ચા કરેલ. અધીકારીઓને સમય સીમાની અંદર કામ પુરૂ કરવા નિર્દેશ આપેલ.

દિલ્હી સરકાર ૧પ વર્ષ સુધી આ રસ્તાઓના રખરખાય નકકી કરવા નિર્માણ કંપનીને જવાબદારી આપી છે. બુનીયાદી ઢાંચાને સંભાળવા કચરો હટાવવા, રસ્તાને ધોવા, હરિયાળી વિકસાવવા, ફુટપાથ પેન્ટીંગ, ઉપરાંત રસ્તાના ફર્નિચરની સુરક્ષા સહિતની જવાબદારી સોંપી છે આ રસ્તાઓનું કામ ર૦ર૩ ની શરૂઆત સુધી પુરૂ કરવાનું છે. પહેલા તબકકામાં યુરોપના શહેરોની જેમ સાત રસ્તાઓનંુ બ્યુટીફીકેશનનું કામ પાયલોટ પ્રોજેકટ હેઠળ કરાઇ રહ્યું છે. કેજરીવાલે વર્તમાન સ્થિતિની માહિતી મેળવી કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપેલ.

કેજરીવાલે જણાવેલ કે અધિકારીઓ બ્યુટીફીકેશનની બાધાઓ દુર કરે જેથી સમયસર કામ પુરૂ થઇ શકે અધિકારીઓએ પણ તે અંગે મુખ્યમંત્રીને ભરોસો આપેલ. કેજરીવાલે રસ્તાની રી-ડીઝાઇનની પરિકલ્પતા કરેલ. જેથી રાજધાનીના રસ્તાઓ પણ દુનિયાના વિકસીત દેશોની જેમ સારા દેખાઇ ચાંદની ચોકના રસ્તાને પાયલટ પ્રોજેકટ હેઠળ ફરી વિકસતી કરતા દિલ્હીની ૧૦૦ ફુટ પહોળી અને પ૪૦ કિલોમીટર લાંબા રસ્તાઓ સુધી આ યોજનાનો વિસ્તાર કરેલ.

રસ્તાઓનું રી-ડીઝાઇન કરી ટ્રાફીક જામની સમસ્યા ખતમ થઇ જશે. રસ્તાઓ એક સરખા પહોળા દેખાશે ફુટપાથ, નોનમોટર વ્હીકલ માટે જગ્યા બતાવાશે ઓછામાં ઓછી પ ફુટની ફુટપાથ વધારી વધુમાં વધુ ૧૦ ફુટ કરાશે દિવ્યાંગોની સુવીધા મુજબ ફુટપાથને ડીઝાઇન કરાશે.

હાલ રસ્તાઓના કિનારે હરિયાળીની જગ્યા ઓછી છે રી-ડીઝાઇન બાદ ફુટપાથ ઉપર વૃક્ષો લગાવવા જગ્યા હશે અને ગ્રીન બેલટ માટે પણ ઓટો અને ઇ-રીક્ષા માટે અલગથી જગ્યા અને સ્ટેન્ડ બનશે સડકના સ્લોપ અને નાલાને રી-ડીઝાઇન અને રી-કન્ટ્રકશન કરાશે. કિનારે ઘાસ અથવા વૃક્ષો લગાડાશે.

(3:13 pm IST)