Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

'ગ્રીન-કલીન કુંભ': સૌર ઉર્જાથી ઝગમગશે કુંભ નગરી હરિદ્વાર

હરિદ્વારઃ હરિદ્વાર મહાકુંભની વ્યાપક તૈયારીઓને અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે. કુંભમાં લાખો શ્રધ્ધાળુઓનું આગમન થશે. મોટી સંખ્યામાં વિદેશથી પણ લોકો આવશે. આના માટે હર કી પૈડીથી માંડીને આખી કુંભ નગરીનો કાયાકલ્પ થઈ રહ્યો છે. આ વખતના કુંભનું આયોજન 'ગ્રીન-કલીન કુંભ'ની થીમ પર આધારિત છે. તેમા ગંગાની શુદ્ધતા અને પર્યાવરણની રક્ષા પર બહુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

'ગ્રીન કલીન કુંભ' દરમ્યાન વિદ્યુત ઉર્જાના લઘુતમ અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવાની યોજના છે. પૂર્વ નિર્ધારીત યોજના અનુસાર, કુંભ મેળાના શુભારંભ અને સમાપન સમારોહ સમયે મોટાપાયે ઈકો-ફ્રેન્ડલી આતશબાજી અને લેઝર શો થશે. હર કી પૈડીથી માંડીને કુંભ નગરીનો સમગ્ર વિસ્તાર સૌર ઉર્જાથી ઝગમગશે.

આવી જ રીતે કુંભ નગરી અને તેના માર્ગોને સૌર ઉર્જા આધારિત હેરીટેજ પોલથી સમજાઈ રહી છે. મેળા વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેના હેઠળ મેળામાં ડીઝલ, પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ વાહનોને તેમાથી મુકિત અપાઈ છે. મેળા માટે સૌર ઉર્જાથી ચાર્જ થનારા રિક્ષા, ટેમ્પો અને મોટી સંખ્યામાં બસો ચલાવવામાં આવશે. કુંભ નગરીને ભવ્ય રૂપ આપવા માટે આકર્ષક રંગોથી સજાવાઈ રહી છે. આ કામમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

(1:16 pm IST)