Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ટયુબવેલના ખોદકામને મંજુરીઃ આ છુટથી ધરતી ગયણી થશેઃ ભૂજલ ભંડાર ખુટી જશે

પાણીની આવક કરતા બે ગણુ પાણી પેટાળમાંથી ઉલેચાશેઃ બધે આવી જ સ્થિતિ

જાલોર તા. ર૧: ડાર્ક ઝોનમાં સામેલ ઝાલોર જીલ્લાના ખેડૂતો માટે ટયુબવેલનું ખોદકામ રાહત ભર્યું જરૂર છે પણ તે ભવિષ્ય માટે સંકટ પેદા કરનાર છે. સારા વરસાદ પછી પણ છેલ્લા ૧૦ વર્ષમાં ભુજલ ભંડાર ૧૦ વર્ષ જુની સ્થિતિ સુધી પણ નથી પહોંચી શકયા. વિભાગીય સૂત્ર જણાવે છે કે જે ગતિથી ભૂજલ ભંડાર કાઢવામાં આવી રહ્યા છે. તે પ્રમાણે આવનાર બે દાયકાઓમાં તે સમાપ્ત થઇ જશે. જાલોરમાં ભૂજલ રિચાર્જની તુલનામાં વર્તમાનમાં ૧૯પ ટકા સુધી સ્ત્રોત કાઢવામાં આવે છે. આ આંકડો ચોંકાવનારો છે અને ભવિષ્ય માટે મોટો ખતરો સાબીત થશે.

દર વર્ષે વરસાદ પછી પણ ૧ થી દોઢ મીટર સુધી ભૂજલ ભંડારોમાં કમી આવી રહી છે. ઓછો વરસાદ થતા સ્થિતિ વિકટ બની જાય છે. વર્ષ ર૦૦૪ થી ર૦૧પ સુધીના એક દશકામાં ૧૦.૪૦ મીટર સરેરાશ ભૂજલ ભંડાર ઘટયા છે. ર૦૧૬માં સારો વરસાદ થવાથી ભૂજલ ભંડાર સારી સ્થિતિમાં પહોંચેલ, તેમ છતાં સરેરાશ ઘટાડો ૮.પ૦ મીટર નોંધાયેલ.

(1:15 pm IST)