Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

એક તરફ બાઇડેને શપથ લીધા, બીજી તરફ વિદેશ મંત્રી સહિત ૨૮ અધિકારી પર ચીને લગાવ્યો પ્રતિબંધ

ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના નિવર્તમાન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને 'મહાવિનાશનું પૂતળું' ગણાવ્યા હતા

બીજિંગ, તા.૨૧: જો બાઇડેનના શપથ લેવાના તાત્કાલિક બાદ જ ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા ૨૮ અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્ર્પતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ બ્રાયન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા અને ચીનના આંતરિક કેસમાં દરમિયાન કરવાનો આરોપ લગાવતાં તેનાપર પ્રતિબંધોની જાહેરાત કરી છે.

રાષ્ટ્રની સંપ્રભુતાના ઉલ્લંદ્યનનો આરોપ લગાવતાં પોમ્પિયો તથા અન્ય ૨૭ અધિકારીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારબાદ આ તમામ ૨૮ લોકો હવે ચીનની સીમામાં કોઇપણ પ્રકારની યાત્રા કરી શકશે નહી. ચીને જોઇ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહ વખતે આ જાહેરાત કરી હતી. ચીને કહ્યું કે તમામ લોકો ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા માટે જવાબદાર હતા.

આ યાદીમાં માઇક પોમ્પિયો, રોબર્ટ સી. ઓબ્રાયન, પીટર નેવારો, ડેવિડ સ્ટિલવેલ, મૈથ્યૂ પોટિંગર, એલેસ અઝર, જીથ ક્રૈચ, કેલી ડીના ક્રાફ્ટની સાથે ઝહોન આર બોલ્ટન, સ્ટીફન બેનનનું નામ સામેલ છે. આ જાહેરાત બાદ તાત્કાલિક આ તમામ લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ચીનની મુખ્ય ભૂમિ ઉપરાંત હોંગકોંગ, મકાઉમાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. એટલું જ નહી, યાદીમાં લોકો ચીન અથવા ચીનની કોઇ પણ કંપની સાથે વેપાર પણ કરી શકશે નહી. 

ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના અધિકારીઓ પર બેન લગાવ્યો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને કોઇપણ પગલું ભર્યું નહી. ચીનના આ પગલાંને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ રહેતાં તે નિર્ણયોનો જવાબ ગણવામાં આવે છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ચીનના દ્યણા અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં જિનજિયાંગ પ્રાંતના ગર્વનર જેવા મોટા નામ સામેલ હતા.

ચીનના વિદેશ મંત્રાલયએ અમેરિકાના નિવર્તમાન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને 'મહાવિનાશનું પૂતળું' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના દ્વારા ચીનના નરસંહાર અને માનવતાના વિરૂદ્ઘ અપરાધના દોષી ગણાવવા ફકત આ ફકત એક સામાન્ય બાબત છે.

(1:11 pm IST)