Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૨૪ કલાકમાં ૧૫,૨૨૩ નવા કેસઃ ૧૫૧ દર્દીનાં મોત

ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૬.૭%એ પહોંચ્યો, ૨૪ કલાકમાં ૧૯,૯૬૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હી, તા.૨૧: ભારતમાં ૮ લાખથી વધુ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી ચૂકી છે. તેની સાથોસાથ કોરોના દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ભારતનો રિકવરી રેટ ૯૬.૭ ટકા સુધી પહોંચી ગયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૨૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૫૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૧૦,૮૮૩ થઈ ગઈ છે

 બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૬૫ હજાર ૭૦૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૯,૯૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૯૨,૩૦૮ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૮૬૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૯૩,૪૭,૭૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૮૦,૮૩૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૯૦ કેસ નોંધાયા. જેની સામે ૭૦૭ દર્દીઓ સાજા થયા. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૩૭૧ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૬.૦૭ ટકા છે.

  • જો બાયડને સત્તા સંભાળતા વેંત અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા જાણે ચમત્કાર થયો હોય તેમ ઘટીને પોણા બે લાખ આસપાસ થઈ ગયેલ છે : માસ્ક પહેરવાનું અનેફ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બન્યું : યુકેમાં ૨૪ કલાકમાં ૩૮,૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા, ૩૯૦૦ આઈસીયુમાં અને ૧૮૦૦ નવા મૃત્યુ નોંધાયા છે : બ્રાઝિલમાં અ ધ ધ ધ ૬૪૦૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે : જ્યારે ઓસ્ટ્રેલિયામાં માત્ર ૧૦ નવા કેસ, હોંગકોંગમાં ૭૩ અને ચીનમાં નવા કોરોના કેસનો આંક વધીને ૧૪૪ થયો છે : સાઉદી અરેબિયામાં ૨૩૮ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં ૩૫૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે : જ્યારે ફ્રાન્સમાં ૨૬ હજાર અને રશિયામાં ૨૧ હજાર નવા કોરોના કેસો આજ સવાર સુધીમાં થયા છે

અમેરીકા      :   ૧,૮૮,૪૨૬ નવા કેસો

બ્રાઝીલ       :   ૬૪,૧૨૬ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૮,૯૦૫ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૬,૭૮૪ નવા કેસો

રશિયા        :   ૨૧,૧૫૨ નવા કેસો

ભારત         :   ૧૫,૨૨૩ નવા કેસો

જર્મની        :   ૧૮,૫૨૫ નવા કેસો

ઈટલી         :   ૧૩,૫૭૧ નવા કેસો

કેનેડા         :   ૫,૭૪૪ નવા કેસો

જાપાન        :   ૫,૪૪૬ નવા કેસો

યુએઈ         :   ૩,૫૦૬ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૪૭૯ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૦૩ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૨૩૮ નવા કેસો

ચીન          :   ૧૪૪ નવા કેસો

હોંગકોંગ      :   ૭૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૦ નવા કેસ

  • ૨૪ કલાકમાં ભારતમાં નવા પંદર હજાર કેસોનો આંક જળવાયેલો રહ્યો છે : જ્યારે મૃત્યુ પણ ૧૫૧ આસપાસ છે, સાજા થવાનો આંકડો વીસ હજાર આસપાસ પહોંચ્યો છે

નવા કેસો      :    ૧૫,૨૨૩ કેસો

નવા મૃત્યુ     :    ૧૫૧

સાજા થયા     :    ૧૯,૯૬૫

કુલ કોરોના કેસો    :     ૧,૦૬,૧૦,૮૮૩

એકટીવ કેસો   :    ૧,૯૨,૩૦૮

કુલ સાજા થયા     :     ૧,૦૨,૬૫,૭૦૬

કુલ મૃત્યુ       :    ૧,૫૨,૮૬૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૮૦,૮૩૫

કુલ ટેસ્ટ       :    ૧૮,૯૩,૪૭,૭૮૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૪૯,૯૮,૯૭૫ કેસો

ભારત       :     ૧,૦૬,૯૮,૯૭૫ કેસો

બ્રાઝીલ     :     ૮૬,૩૯,૮૬૮ કેસો

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૩૮,૯૦૫

હોસ્પિટલમાં :     ૩૮,૫૬૧

આઈસીયુમાં :     ૩,૯૬૩

નવા મૃત્યુ   :     ૧,૮૨૦

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૪.૬ મિલિયન

બીજો ડોઝ  :     ૪,૬૧,૦૦૦

(ન્યુઝ ફર્સ્ટ)

  • દેશના બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે : અન્યત્ર સતત ધીમો પડવા લાગ્યો છે : કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૭ હજાર નવા કેસો અને મહારાષ્ટ્રમાં સતત ત્રણ હજાર નવા કોરોના કેસો બહાર આવ્યા  : ગુજરાતમાં કેસોની સંખ્યા લગાતાર ૫૦૦ નીચે ચાલી રહી છે : પુડુચેરીમાં ૩૧, આસામમાં ૩૨, હિમાચલમાં ૬૩, ગોઆમા ૮૭, કોલકત્તામાં ૮૯, જમ્મુ-કાશ્મીરમાં ૧૦૯  અને અમદાવાદમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે

કેરળ        :    ૬,૯૦૦

મહારાષ્ટ્ર    :    ૩,૦૧૫

છત્તીસગઢ  :    ૫૯૪

પુણે         :    ૫૮૯

તામિલનાડુ :    ૫૫૦

કર્ણાટક      :    ૫૦૧

મુંબઈ       :    ૫૦૧

ગુજરાત     :    ૪૯૦

પ.બંગાળ   :    ૪૦૯

ઉત્તરપ્રદેશ  :    ૩૯૦

મધ્યપ્રદેશ  :    ૨૮૦

તેલંગણા    :    ૨૬૭

બેંગ્લોર      :    ૨૬૦

દિલ્હી       :    ૨૨૮

રાજસ્થાન   :    ૨૧૩

બિહાર       :    ૨૦૯

પંજાબ      :    ૧૯૯

આંધ્રપ્રદેશ  :    ૧૮૮

ઓડીશા     :    ૧૫૭

ઉત્તરાખંડ    :    ૧૫૩

ચેન્નાઈ      :    ૧૫૦

ઝારખંડ     :    ૧૨૫

હરિયાણા    :    ૧૦૯

જમ્મુ કાશ્મીર    :        ૧૦૯

અમદાવાદ  :    ૧૦૨

કોલકતા     :    ૮૯

ગોવા       :    ૮૭

લખનૌ      :    ૭૦

હિમાચલ પ્રદેશ  :        ૬૩

ભોપાલ     :    ૬૦

જયપુર      :    ૪૨

ઈન્દોર      :    ૩૮

આસામ     :    ૩૨

પુડ્ડુચેરી      :    ૩૧

ચંદીગઢ     :    ૨૮

(ન્યુઝ ફર્સ્ટ)

(11:43 am IST)