Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાલે યોજાશે CWC બેઠકઃ પક્ષ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ થશે જાહેર

ખેડૂત આંદોલન અને સંસદના બજેટ સત્રની રણનીતિ પર થશે ચર્ચા

નવી દિલ્હીઃ. કોંગ્રેસની અંદર લાંબા સમયથી નેતૃત્વ બદલવાની માંગ અંગે ઉથલપાથલ ચાલુ છે પરંતુ હવે લાગે છે કે તેના પર વિરામ લગાવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસની અંદર સંગઠન ચૂંટણી કરાવવાની માંગ વચ્ચે પક્ષે આજે ૨૨ જાન્યુઆરીએ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. બેઠકમાં અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા અને કાર્યક્રમ પર ચર્ચા થવાની આશા છે. તેની સાથે બેઠકમાં પક્ષ ખેડૂત આંદોલન અને સંસદના બજેટ સત્રની રણનીતિ પર ચર્ચા થઈ શકે.

પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ૨૨ જાન્યુઆરી સીડબલ્યુસીની ડિજીટલ બેઠક થશે. બેઠકમાં નવા અધ્યક્ષની ચૂંટણી કાર્યક્રમની સાથે ખેડૂત આંદોલન અને હાલની રાજનૈતીક સ્થિતિ પર ચર્ચા થશે. સીડબલ્યુસીના અધ્યક્ષ પદની ચૂંટણી કાર્યક્રમ મ્હોર લાગ્યા બાદ તારીખોનું એલાન કરવામાં આવશે. કોંગ્રેસમાં નવા અધ્યક્ષ પદની ચૂંટણી એવા સમયે થઈ રહ્યુ છે. જ્યારે પક્ષ આંતરિક સંકટ સાથે ઝઝુમી રહ્યા છે. પક્ષના ૨૩ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને અનેક સવાલ ઉઠાવ્યા હતા.

આ નેતા અધ્યક્ષ પદની સાથે સીડબલ્યુસી અને સંગઠન બીજા પદ માટે પણ ચૂંટણી કરવાની માગ કરી રહ્યા છે. પક્ષનું કહેવુ છે કે અધ્યક્ષ પદની સાથે સીડબલ્યુસીના ૧૨ સભ્યો માટે પણ ચૂંટણી કરવામાં આવશે કે નહી તે અંગે હજુ સ્પષ્ટ થયુ નથી. જો કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ. કોંગ્રેસ કાર્ય સમિતિએ તેનો ત્યાગ પત્ર સ્વીકાર કરીને સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી.

(11:41 am IST)