Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

CBIમાં પણ ભ્રષ્ટાચારઃ ઘુસ્યો :બે ડીએસપી ઇન્સ્પેકટરની 55 લાખની લાંચ લેવા બદલ ધરપકડ સ્ટેનોગ્રાફર સસ્પેન્ડ

સીબીઆઇના એડવોકેટ મનોહર મલિકની પણ ધરપકડ : અધિકારીઓએ 3 આરોપી ખાનગી કંપનીને માહિતી વેચવાનો આરોપ

નવી દિલ્હી : દેશની પ્રતિષ્ઠત તપાસ સંસ્થા સેન્ટ્રલ વ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં જ લાંચખોરી ઝડપાઇ છે, બે અધિકારીઓ DSP અને એક ઇન્સ્પેકટરની 55 લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે.ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ગત સપ્તાહે તેની ગાઝિયાબાદમાં એકેડમીમાં તહેનાત આ બંને અધિકારી સામે FIR નોંધી તેમના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ડિએસપી આરકે ઋષિ અને ઇન્સ્પેક્ટર કપિલ ધનકડ નામના બંને અધિકારીઓ ઉપરાંત સીબીઆઇના એડવોકેટ મનોહર મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે

સીબીઆઇના બંને અધિકારીઓ પર આરોપ છે કે 2018માં ત્રણ ખાનગી કંપનીઓએ ખોટા દસ્તાવેજના આધારે લોન લીધી હતી. જે અંગે દિલ્હી, ગ્રેટર નોઇડા, નોઇડા અને ગાઝિયાબાદમાં દરોડા પડ્યા હતા.દરોડામાં પુરાવા મળ્યા હતા કે આરકે ઋષિં અને ઇન્સ્પેક્ટર કપિલ ધનકડે કેસ અંગેની મહત્વની માહિતી આરોપી કંપનીઓને આપવા માટે 55 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.

પુરાવાને આધારે સીબીઆઇએ ડીએસપી આરકે ઋષિના દેવબંધ અને તેમની પત્નીના રુડકી સ્થિત નિવાસો પર ગત બુધવારે દરોડા પાડ્યા હતા.સીબીઆઇએ કડક કાર્યવાહી કરતા આ મામલે ડીએસપી આરકે ઋષિ, ડીએસપી આરકે સાંગવાન, ઇન્સ્પેક્ટર કપિલ ધનકડ અને બેન્ક સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલમાં તહેનાત સ્ટેનોગ્રાફર સમીર સિંહને સસ્પેન્ડ કરી દીધા છે.

(12:00 am IST)