Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

અમેરિકામાં શટડાઉન બાદ રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે વિવાદ:આક્ષેપો-પ્રતિ આક્ષેપો થયા : બંને પાર્ટીઓ વચ્ચે ઘર્ષણ

લાખો સરકારી કર્મચારીઓને રજા પર મોકલી દેવાશે : તેમના પગારમાં કપાત પણ થશે

અમેરિકામાં  શટડાઉનના પહેલા દિવસે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે વિવાદ જામ્યો છે. શનિવારે સિનેટમાં આર્થિક બિલને મંજૂરી નહી મળતા નારાજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ડેમોક્રેટ્સને માટે જવાબદાર ગણાવતા હુમલો કર્યો હતો. બીજા દિવસે પણ બંને પાર્ટીઓએ વચ્ચે ઘર્ષણ ચાલુ છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપણ શરૂ થઇ ગયા છે. શટડાઉનને કારણે અમેરિકામાં લાખો સરકારી કર્મચારીઓને રજા પર મોકલી આપવામાં આવશે અને તેમના પગારમાં કપાત પણ થશે તેમ મનાય છે

(5:07 pm IST)