Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

દેશના ટોચના ક્રિપ્ટોકરેંસી એક્સચેન્જોના બેંક એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરતી વિવિધ બેંક : તપાસ ચાલુ : એક્સચેન્જોની અંદાજીત આવક ₹ ૪૦,૦૦૦ કરોડ

મુંબઈ : મળતા અહેવાલો અનુસાર, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત અનેક બેન્કોએ શંકાસ્પદ વ્યવહારો માટે ટોચના ભારતીય બીટકોઇન એક્સચેન્જોના કેટલાક એકાઉન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે. રીપોર્ટસ મુજબ, તમામ બેંકો ઝેબપે અને યુનોકોઇન સહિતના દેશના ટોચના 10 ક્રિપ્ટોકરેંસી એક્સચેન્જોના ચાલુ ખાતાની તપાસ કરી રહ્યું છે. આ એક્સચેન્જોની અંદાજિત આવક ₹ 40,000 કરોડ હોવાનું મનાય રહ્યું છે.

(3:04 pm IST)