Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

પાક સાથે આરપારની લડાઇ કરો અથવા અમને સરહદી વિસ્તારમાંથી અન્યત્ર ખસેડો : રહેવાસી

જમ્મુના આરએસ પૂરાના અરનિયા, રામગઢ, હીરાનગર અને અખનૂરના પરગવાલ તેમ જ કાનાચકક જેવા તમામ સેકટરમાં પાક લશ્કર દ્વારા રહેવાસી વિસ્તારમાં  સતત કરવામાં આવી રહેલા તોપમારા અને ગોળીબારનો ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્ના છે, પરંતુ આ પરિસ્થિતિથી કંટાળેલા આ વિસ્તારના લોકો કાયમી સમાધાન ઇચ્છી રહ્ના છે. ભારત-પાક વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિને કારણે સગાંસબંધીઓને ગુમાવનાર આ વિસ્તારના નાગરિકો ઇચ્છી રહ્ના છે કે હવે પાકિસ્તાન સાથે આરપારની લડાઇ થઇ જવી જાઇએ.

પાક લશ્કર દ્વારા કરવામાં આવતા સતત તોપમારા અને ગોળીબારને કારણે બાળકોના ભણતરથી લઇને ખેડુતોની દિનચર્યા પર તેની અસર પડી રહી છે.

હાલ, આ વિસ્તારમાં ઘંઉની ખેતી પર પણ અસર પડી રહી છે. ખેડુતો  તેમના ખેતરોમાં નથી જઇ શકતા કેમ કે બીએસએફના જવાનોએ તેમને ખેતરમાં જવાની મનાઇ કરી છે.

(2:37 pm IST)