Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍ટેટ સેનેટર તરીકે ચૂંટાઇ આવેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી વિન ગોપાલનો સોગંદવિધિ સંપન્‍નઃ સેનેટ ટ્રાન્‍સપોર્ટ કમિટીના વાઇસ ચેરમેન બનાવાયાઃ હેલ્‍થ, હયુમન સર્વિસ, એન્‍ડ સિનીયર સિટીઝન કમિટીમાં પણ મેમ્‍બર તરીકે સ્‍થાન અપાયું

ન્‍યુજર્સીઃ નવેં.૨૦૧૭માં યોજાયેલી યુ.એસ.ના ન્‍યુજર્સી સ્‍ટેટ સેનેટરની ચૂંટણીમાં વર્તમાન રિપબ્‍લીકન ઉમેદવારને હરાવી ચૂંટાઇ આવેલા ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી વિન ગોપાલની સોગંદવિધિ બાદ તેમને જુદી જુદી કમિટીઓમાં સ્‍થાન અપાયુ છે.

શ્રી ગોપાલને સેનેટ ટ્રાન્‍સપોર્ટ કમિટીના વાઇસ ચેરમેન બનાવાયા છે. ઉપરાંત હેલ્‍થ, હયુમન સર્વિસીઝ એન્‍ડ સિનીયર સિટીઝન કમિટીમાં પણ મેમ્‍બર તરીકે તથા ઇકોનોમિક ગ્રોથ કમિટીમાં પણ તેમને સ્‍થાન અપાયુ છે. તેમણે સ્‍ટેટ સેનેટર તરીકે સેવા આપવાની તક મળવા બદલ થયેલી સોગંદવિધિ માટે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. તથા પોતે ન્‍યુજર્સીના પ્રજાજનોના પ્રશ્નો જેવાકે પ્રોપર્ટી ટેક્ષ, હેલ્‍થકેર, ટ્રાન્‍સપોર્ટેશન, તેમજ એન્‍વાયરમેન્‍ટ સહિતના ક્ષેત્રે કાર્યરત રહેશે તેમ જણાવ્‍યું હતું.

(10:01 pm IST)