Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દિલ્હીમાં ત્રણ ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ;17ના મોત ;ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ દોડી

ફટાકડા,પ્લાસ્ટિક અને કાર્પેટની ફેક્ટરી આગની લપેટમાં :બવાના ઔદ્યોગિક વિસ્તારમાં ઘટના ;કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા: 13 લોકો પ્રથમ માળે, 3 ગ્રાઉન્ડ ફ્લોર પર અને એકનું મૃત્યુ બિલ્ડીંગના બેઝમેન્ટમાં થયુ : મૃતકો માં સ્ત્રીઓનો પણ સમાવેશ: ઘણા લોકોએ જીવ બચાવવા ત્રીજા માળેથી છલાંગ લગાવી

દિલ્હીના બવાના ઔદ્યોગિક વિસ્તારમાં શનિવારે સાંજે ત્રણ ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે જેમાં 17 લોકોના મોત નિપજ્યા છે આગ લાગવાની ઘટનામાં કેટલાય લોકો દાજી ગયાના અહેવાલ મળે છે આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ દોડી ગઈ છે અધિકારીઓએ આગમાં કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે ફટાકડા,પ્લાસ્ટિક અને કાર્પેટની ફેક્ટરી આગની લપેટમાં આવી છે

પ્રારંભિક અહેવાલો અનુસાર, આગના કારણે 17 લોકો મૃત્યુ પામ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે આગ પ્લાસ્ટિકના વેરહાઉસથી શરૂ થઈ અને બાજુમાં આવેલ ફટાકડા ફેક્ટરી સુધી પહોંચે હતી. અકસ્માતમાં, 13 લોકો પ્રથમ માળે, 3 ગ્રાઉન્ડ ફ્લોર પર અને એકનું મૃત્યુ બિલ્ડીંગના બેઝમેન્ટમાં થવા પામ્યું છે. મૃતકો માં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ જીવ બચાવવા ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી.:

 

(10:09 pm IST)