Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ફરી વખત મુંબઇ બ્લાસ્ટને દોહરાવવા દાઉદની તૈયારી

ડોન દાઉદ કાવતરા ઘડી રહ્યો છે : રિપોર્ટઃ ડોન દાઉદના કાવતરા મામલે કેન્દ્ર સરકારને જાણ કરાઇ

મુંબઇ,તા. ૨૦, વર્ષ ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમ ૨૪ વર્ષ બાદ ફરી એકવાર બ્લાસ્ટને દોહરાવવાની તૈયારી કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. મુંબઇ પોલીસે પાકિસ્તાનમાં રહેતા દાઉદના ભાઇ અને ભારતમાં તેના સાગરીતોની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી લીધી હોવાની વિગત હાલમાં સપાટી પર આવી હતી. દાઉદના આ ખતરનાક કાવતરાના સંબંધમાં કેન્દ્ર સરકારને પણ જાણ કરી દેવામાં આવી છે. દાઉદના આ ઇરાદાથી સાફ થઇ જાય છે કે ભારતના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી જગ્યાએ પર તેના લોકો હજુ પણ છે. આવી સ્થિતીમાં દાઉદ આ લોકોને પકડી પાડવા માટે પોલીસ અને કેન્દ્રિય તપાસ સંસ્થાઓની સામે પડકારો વધી જાય છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભાગેડુ દાઉદ અને તેની કંપનીના કેટલાક લોકો હજુ પણ ભારતમાં બેસીને પોતાના ઇરાદાને પાર પાડવા માટેની યોજના બનાવતા રહે છે. હાલમાં પણ આ લોકો કાવતરા ઘડી કાઢવામાં લાગેલા છે. આવી સ્થિતીમાં મુંબઇ પોલીસ દ્વારા દાઉદના પાકિસ્તાનમાં રહેલા બાઇ અને ભારતમાં તેના લોકો વચ્ચે થયેલી વાતચીત ટેપ કરી લેવામાં આવી છે. આ વાતચીતને ટેપ કરવામાં આવ્યા બાદ દાઉદના મોટા કાવતરાનો પર્દાફાશ થઇ ગયો છે. આ વાતચીતમાં મુંબઇ પોલીસને કેટલીક ઉપયોગી માહિતી હાથ લાગી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ અને તેના સાગરીતો મુંબઇ હુમલા જેવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. હવે કેન્દ્રિય તપાસ સંસ્થાઓ અને મુંબઇ પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ ચાલી રહી છે. થોડાક દિવસ પહેલા જ ડોનના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. હુમલાના કાવતરાના હેવાલ વારંવાર આવતા રહે છે.

(9:24 pm IST)