Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

લગ્નથી જાતિ બદલી ના શકાય : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટએ એક કેસ પર સુનવણી વખતે કહ્ના કે કોઈ પણ વ્યકિતની જાતિમાં બદલાવ નથી થઈ શકતો. જન્મથી જ કોઈ પણ વ્યકિતની જાતિ નક્કી થાય છે અને તેને લગ્ન પછી બદલી નથી શકાતી. એક મહિલા શિક્ષિકાએ કેન્દ્રીય વિદ્યાલયમાં નિયુકિત મામલે સર્વોચ્ચ અદાલતે આ સુનવણી દરમિયાન ટિપ્પણી કરી હતી. આ મહિલાએ એક અનુસૂચિત જાતી એટલે કે એસસી યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી આરક્ષણનો ફાયદો લેતા તેણે ૨૧ વર્ષ પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી હતી. હવે આ મહિલા આ વિદ્યાલયના ઉપ-પ્રિન્સીપાલ તરીકે કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિમ એમએમ શાંતનાગૌદારની બેંચે કહ્ના કે ભલે મહિલા અત્યારથી બે દશકા પહેલા કામ કર્યા પછી વાઈસ પ્રિન્સીપાલ બન્યા હોય પણ તેમને આરક્ષણનો ફાયદો ના મળી શકે. તેમનું કહેવુ છે કે મહિલાનો જન્મ ઉચ્ચ જાતિમાં થયો છે અને લગ્ન ભલે એસસી જાતિના યુવક સાથે કર્યા હોય પણ આરક્ષણનો ફાયદો તેમને ના મળી શકે. કોર્ટે કહ્નાં કે જન્મથી જ જાતિ નક્કી થાય છે. લગ્ન કર્યા પછી તેમા કોઈ બદલાવ નથી થતો.

આ મહિલાનો જન્મ અગ્રવાલ પરિવારમાં થયો હતો જે સામાન્ય વર્ગમાં આવે છે અને તેના લગ્ન પછી પણ તેને એસસી સર્ટીફીકેટના આપી શકાય. બુલંદશહરના જિલ્લા અધિકારીએ ૧૯૯૧માં એસસી જાતિનું પ્રમાણપત્ર જાહેર કર્યુ હતું. મહિલાએ પોતાની એકેડેમિક યોગ્યતા અને એસસી સર્ટિફીકેટના આધારે ૧૯૯૩માં પંજાબના પઠાણકોટ જિલ્લામાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષિકા તરીકે નિયુકત કરવામાં આવી હતી. પાછળથી તેણે એમ.એડ. પણ કર્યુ હતું. જા કે હવે મહિલાની નિયુકિતના બે દશકા પછી આ મામલે ફરીયાદ થઈ છે કે તેણે આરક્ષણનો ખોટો ઉપયોગ કર્યો છે અને તપાસ પછી અધિકારીઓએ તેનું સર્ટીફીકેટ રદ્દ કર્યુ છે. સાથે જ કેન્દ્રીય વિદ્યાલયથી ૨૦૧૫માં મહિલાને નીકાળી પણ દેવામાં આવી હતી. મહિલાએ કેન્દ્રીય વિદ્યાલયના આ નિર્ણય સામે અલ્લાહબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જા કે પાછળથી મહિલાએ સુપ્રિમ કોર્ટમાં અરજી નાખતા. કોર્ટે સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે.

(6:19 pm IST)