Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દિલ્હીમાં જોવા મળશે ૨૦૧૯ના મહાસંગ્રામનું 'ટ્રેલર'?

દિલ્હીમાં પેટાચુંટણી થશે તો આપની સાથે કોંગ્રેસ - ભાજપની પણ પરીક્ષા થશે

નવી દિલ્હી તા. ૨૦ : ચૂંટણી પંચ એ આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની ભલામણ એવા સમયે કરી છે જયારે દિલ્હીમાં AAP સરકાર પોતાના કાર્યકાળનું ત્રીજું વર્ષ પૂરું કરવા જઇ રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૮ની દિલ્હીમાં આપ સરકારના ત્રણ વર્ષ પૂરા થઇ જશે. આ વર્ષે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૂ થવાની છે. દિલ્હીમાં ઉપચૂંટણીની સ્થિતિ માત્ર આપ માટે જ નહીં પરંતુ કોંગ્રેસ અને ભાજપ માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ હશે. ૨૦૧૯ પહેલાં બંને પાર્ટીઓ એ વાતનો અંદાજો લગાવશે કે આપમાં શિફટ થયેલા તેના પરંપરાગત વોટર્સ પાછા આવશે કે નહીં.

જે ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ભાલમણ કરાઇ છે તેની જીતનું અંતર એ તરફ ઇશારો કરી રહ્યું છે કે મોટાભાગે અરવિંદ કેજરીવાલ મજબૂત ખેલાડી છે. આ ધારાસભ્યો દિલ્હીના એ વિસ્તારોનું પ્રતિનિધિ કરે છે જયારે વસતીની હિસાબથી ઘણી વિવિધતાવાળા છે. એવામાં ઉપચૂંટણીની તસવીર એકદમ રસપ્રદ હોઇ શકે છે. એક વખત ધારાસભ્યોની સભ્યતા ખત્મ થઇ તો ચૂંટણી પંચ ખાલી સીટો પર છ મહિનાની અંદર ગમે ત્યારે ઉપચૂંટણી કરાવી શકે છે.

જૂની દિલ્હીથી લઇ રિફયુજી અને દિલ્હીમાં દેશભરમાંથી આવીને વસેલા લોકોના બાહુલ્યવાળી આ ૨૦ વિધાનસભા સીટોની તસવીર ઘણી અલગ છે. આ વિધાનસભાઓમાં સ્લમ, ગેરકાયદે કોલોનોઓ અને ગામની વસતી છે તો શહેરી વસતી પણ મોટી સંખ્યામાં છે. આ જગ્યાઓ પર મોટાભાગના લોકો ઇનકમગ્રૂપના વોટર્સ છે પરંતુ મિડલ કલાસના લોકોની પણ એક મોટી સંખ્યા છે. દિલ્હીના ઉત્ત્।ર-પશ્ચિમ વિસ્તારમાં નરેલા જેવી વિધાનસભાની વાત કરીએ તો અહીં જેજે કલસ્ટર્સ, ગેરકાયદે કોલોનીઓ અને ગામડાઓની બહુમતી છે. અહીંની ચૂંટણી લડાઇમાં એ જોવાનું રસપ્રદ હશે કે ઓછી આવકવાળા વોટર્સ જે કોંગ્રેસમાંથી આપમાં શિફટ થયા હતા આ વખતે શું કરશે. નરેલાથી આપના શરદ કુમાર ૪૦૦૦૦થી વધુ મતના અંતરથી જીત્યા હતા.

આ સીટ પર મુસ્લિમ વોટર્સની સારી એવી સંખ્યા છે. એવામાં ચૂંટણી થઇ તો લઘુમતી સમુદાયનો મૂડ જાણવામાં મદદ મળશે. આ સિવાય લાંબાના નેતૃત્વમાં શાહજહાનાબાદ ડેવલપમેન્ટ બોર્ડના આધીન અહીં વિકાસ કાર્યોનો પણ ટેસ્ટ પણ થશે. આવી જ એક સીટ સદર બજારની છે જયાં આપના સોમ દત્ત એ કોંગ્રેસના દિગ્ગડ અજય માકનને હરાવ્યા હતા. અહીં પણ ગરીબ વોટર્સની વચ્ચે ફરી એકવખત આપ અને કોંગ્રેસ, બંનેને પોતાને સાબિત કરવાની તક મળશે.

ઉપચૂંટણીમાં પશ્ચિમી દિલ્હીનો મિડલ કલાસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જનકપુરી, તિલક નગર અને રાજેન્દ્રનગરમાં ધનિક, મધ્યમ આવક વર્ગ, અને ગરીબ. ત્રણેય પ્રકારના વોટર્સ છે. કેટલાંક વિસ્તારમાં પંજાબી અને શીખ વોટોનું પ્રભુત્વ છે. દક્ષિણી દિલ્હીની કાલકાજી અને જંગપુરા વિધાનસભાની તસવીર પણ કંઇક આવી જ હોય છે. દ્વારકા વેસ્ટથી કેજરીવાલના વિશ્વાસપાત્ર આદર્શ શાસ્ત્રી છે. દક્ષિણી દિલ્હીમાં અને નીચે જવા પર મહારેલીના ગામ અને વસંતકૂજ અને સાકેતના ધનિક વિસ્તાર છે. આ સિવાય આ ૨૦ ધારાસભ્યોમાં કોંડલીની એક રિઝર્વ સીટ પણ છે.(૨૧.૨૪)

(3:56 pm IST)