Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

'પદ્માવત' મુદ્દે વસુંધરા સરકાર કાયદાકીય લડાઇ લડશે

સુપ્રીમના નિર્ણયને પડકારવાના મૂડમાઃ અધિકારીઓની ટીમને દિલ્હી મોકલી

જયપુર તા. ૨૦ : જય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને દેશની વડી અદાલતથી લીલી ઝંડી મળ્યા બાદ પણ રાજય સરકારો કાયદાકીય લડાઇ લડવાની તૈયારમાં છે. વસુંધરા રાજે સરકાર સુપ્રીમકોર્ટનાં નિર્ણયને પડકારવાનાં મૂડમા છે. રાજસ્થાન સરકારે આ મામલામાં ગૃહ અને કાયદા મંત્રાલયનાં અધિકારીઓની એક ટીમ બનાવી છે, જે સુપ્રીમકોર્ટનાં નિર્ણયની સમીક્ષા કરશે. જાણકારી અનુસાર, પદ્માવતને લઇ ગઠિત કરવામાં આવેલ આ સમિતિને દિલ્હી મોકલવામાં આવેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન સરકાર તરફથી સુપ્રીમકોર્ટમાં પૂનઃ વિચારની અરજી દાખલ કરવામા આવી શકે છે. રાજયનાં કાયદા મંત્રી રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, અધિકારીઓની ટીમ સુપ્રીમકોર્ટનાં નિર્ણયનું અધ્યયન કરી રહી છે, જેના પછી પડકારોનાં વિકલ્પો અંગે વિચાર કરવામાં આવશે.

અજમેરમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાજપુત સમજનાં લોકો મળ્યા અને તેમણે સીએમને ફિલ્મ 'પદ્માવત'પર પ્રતિબંધ લાદવાની માંગ કરી. જે વિશે રાજેએ કહ્યું કે, તેમણે પહેલાથી જ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો, હવે અમે સુપ્રીમકોર્ટનાં નિર્ણયનું અધ્યયન કર્યા બાદ અમે આગળનો વિચારો કરીશુ કે, કેવી રીતે ફિલ્મને રિલીઝ થવાથી રોકી શકાય.

ત્યાં જ મધ્યપ્રદેશ સરકારનું કહેવું છે કે, તેઓ સુપ્રીમકોર્ટનાં આદેશનું અધ્યયન કર્યા બાદ આગળ શું કરવાનું છે, તે નક્કી કરશે. તમને જણાવી દઇએ કે, રાજપુત સંગઠનોનં વિરોધ અને ધમકી બાદ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ફિલ્મનાં પ્રદર્શન પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ચાર રાજયોનાં નિર્ણયને ઉલટતા ફિલ્મ પર લાગેલા પ્રતિબંધને હટાલી દીધો હતો.

આ પહેલા શુક્રવારે સુપ્રીમકોર્ટે વિવાદિત ફિલ્મ પદ્માવતને આપવામાં આવેલ સેંસરબોર્ડનાં પ્રમાણપત્રને રદ્દ કરવાની માંગવાળી જાહેરહીતની અરજીની સૂનાવણી કરવાનાં આગ્રહને ઠુકરાવી દીધી હતી. સુપ્રીમકોર્ટે ફિલ્મની ૨૫ જાન્યુઆરીએ દેશમાં રિલીઝ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે.(૨૧.૨૩)

 

(3:52 pm IST)