Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભારતમાં લોકલી તૈયાર થઇ મર્સિડીઝ બેન્ઝ કાર

નવી દિલ્હી, તા. ર૦ :  જર્મનનની ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે ગઇકાલે ભારત સ્ટાર્ન્ડ-૬ ધરાવતી કાર લોન્ચ કરી હતી. આ સ્ટાન્ડર્ડની કાર તૈયાર કરવામાટે કંપની પાસે ર૦ર૦ના એપ્રિલ સુધીનો સમય હતો, પણ એણે આ ટાઇમ-લિમિટ કરતાં બે વર્ષ પહેલા આ કાર તૈયાર કરી દીધી છે. હાલમાં ભારતમાં સ્ટાન્ડર્ડ ૪નાં વાહનોને રજિસ્ટર કરવામાં આવે છે. ર૦ર૦થી સ્ટાન્ડર્ડ ૬નાં વાહનો રસ્તા પર દોડાવવામાં આવશે. આગામી ઓટોએકસ્પોમાં આ કાર લોન્ચ કરવામાં આવશે. (૯.ર૩)

(2:58 pm IST)