Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભારતમાં સૌથી વધારે રોકાણ મોરેશિયસથી થાય છે :રિપોર્ટ

આરબીઆઇના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો : મોરેશિયસ બાદ બીજા સ્થાને અમેરિકા અને બ્રિટન આવે છે , મોરેશિયસ ટેક્સ હેવન દેશ તરીકે પણ છે : અહેવાલ

નવી દિલ્હી,તા. ૨૦ : ભારત જેવી મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધારે વિદેશી રોકાણ ક્યા દેશમાંથી આવે છે તે પ્રશ્ન હમેંશા ચર્ચાય છે. હવે રીઝર્વ બેંકના હાલના અહેવાલમાં  દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ના સૌથી મોટા સોર્સ તરીકે મોરિશિયસ છે. મોરિશિયસમાંથી સૌથી વધારે રોકાણ ભારતમાં કરવામાં આવે છે. મોરિશિયસ બાદ બીજા સ્થાન પર અમેરિકા અને બ્રિટન છે. મોરિશિયસ જેવા નાનકડા દેશમાંથી સૌથી વધારે રોકાણની બાબત ચોંકાવે છે. કારણ કે ટેક્સ હેવન તરીકે પણ આ દેશની ગણતરી કરવામાં આવે છે. ટેક્સ હેવન મોરિશિયસને હવાલા મારફતે ભારતના કાળા નાણાં સફેટ કરવાના રૂટ તરીકે પણ ગણવામા ંઆવે છે. રિઝર્વ બેંકે શુક્રવારના દિવસે ૨૦૧૬-૧૭ના એફડીઆઇ રિપોર્ટમાં આ મુજબની વાત કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સિંગાપોર અને જાપાન ભારતમાં રોકાણ કરવાના મામલે ક્રમશ ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતમાં થયેલા કુલ વિદેશી રોકાણપૈકી ૨૧.૮ ટકા હિસ્સો મોરેશિયસમાંથી આવ્યો છે. ભારતીય પ્રત્યક્ષ રોકાણ કંપનીઓની વિદેશી દેવાદારી અને સંપત્તિ નામથી રિપોર્ટ જારી કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી ગણનામાં સામેલ ૧૮૬૬૭ કંપનીઓમાંથી ૧૭૦૨૦ કંપનીઓએ માર્ચ ૨૦૧૭માં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષના ખાતામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ અથવા તો વિદેશમાં તેમના પ્રત્યક્ષ રોકાણની સ્થિતીને સામેલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રિઝર્વ બેંકના રિપોર્ટમાં તમામ જરૂરી માહિતી જારી કરવામાં આવી છે.

(11:56 am IST)