Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

૩૧ મીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ

ખગ્રાસ ચંદ્રગ્રહણ છે અને કર્ક રાશીમાં પુષ્ય નક્ષત્રમાં હશે : શરૂઆત સાંજે પ.૧૭ કલાકે અને રાત્રે ૮.૪૨ કલાકે મોક્ષ

રાજકોટ તા. ૨૦ : વર્ષ ૨૦૧૮ ની સાલમાં પહેલુ ચંદ્રગ્રહણ તા. ૩૧-૧-૨૦૧૮ ના બુધવારે મહાસુદ પુનમના થનાર હોવાનું જાણીતા શાસ્ત્રી રાજદીપ જોષી (મો.૯૪૨૬૪ ૨૦૦૦૯) એ એક યાદીમાં જણાવેલ છે.

શાસ્ત્રીજી રાજદીપભાઇએ જણાવેલ છે કે પુનમના થનાર આ ગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે અને ધાર્મિક દ્રષ્ટીએ પાળવુ જરૂરી બની રહે છે. કર્ક રાશીમાં અને પુષ્યનક્ષત્ર તથા આ શ્લેષા નક્ષત્રમાં થશે.

ગ્રહણની શરૂઆત સાંજે પ.૧૭ કલાકે અને મોક્ષ રાત્રે૮.૪૨ કલાકે થશે. મધ્યકાળ સાંજે ૬.૫૯ ક.નો રહેશે. આમ ૩ કલાક અને ૨૪ મીનીટની અવધીના આ ગ્રહણનો વેધ સવારે સુર્યોદયથી એટલે કે સવારે ૭.૨૭ થી શરૂ થશે. વયોવૃધ્ધો, બાળકો, અશકત અને માંદી વ્યકિતઓ તેમજ ભર્ગવતી સ્ત્રીઓએ સવારે ૧૧.૩૦ થી વેધ પાળવો પડશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે.

તેઓએ શુભાશુભની વિગતો વર્ણવતા જણાવ્યુ છે કે વૃષભ, કન્યા, તુલા, કુંભ માટે આ ગ્રહણ શુભફળ આપનાર તેમજ મિથુન, વૃષિક, મકર, મીન માટે મિશ્રફળ આપનાર અને મેષ, કર્ક, સિંધ, ધન માટે અશુભ પુરવાર થઇ શકે છે.

ધર્મસિંધુ ગ્રંથના આધારે ગ્રહણને પ્રત્યક્ષ જોઇ શકાશે નહીં, પરંતુ વસ્ત્ર અથવા જલની આડશમાં જોઇ શકાશે. ગ્રહણ સમયે દેવ પુજન કરવું. તર્પણ, જપ, હોમ અને ગ્રહણ છુટતા દાન કરવુ ઉત્તમ રહેશે. જપ અતિઉત્તમ ગણાય. જે લોકોની જન્મ કુંડળીમાં શની+ ચંદ્રનો વિષયોગ થતો હોય ચંદ્ર+રાહુનો ગ્રહણયોગ થતો હોય ચંદ્ર નબળો હોય અમાસનો જન્મ હોય તો ગ્રહણના સમયે મહાદેવજીની ઉપાસના અને જપ કરવાથી રાહત મળે છે. તેમ શાસ્ત્રીજી રાજદીપ જોષી (મો.૯૪૨૬૪ ૨૦૦૯) ની યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)