Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ઇન્કમ ટેકસ ઝીરો થઇ જાય, તો બધાને થશે આ ૧૦ ફાયદાઓ

નવી દિલ્હી તા. ૨૦ : જયારથી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર કેન્દ્રની સત્તામાં આવી છે, ત્યારથી ઘણા અર્થશાસ્ત્રી અને વસ્તીનો એક મોટો હિસ્સો પર્સનલ ઈન્કમ ટેકસ ખતમ થવાની ઉમ્મીદ રાખી રહ્યો છે. હકીકતમાં અર્થશાસ્ત્રીના આપેલા આઈડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ પર મોટી નોટોને રદ્દ કરી, ત્યારથી જ બધા લોકો માની રહ્યા હતા કે મોદી પર્સનલ ઈન્કમ ટેકસ ખતમ કરીને અર્થક્રાંતિના બીજા આઈડિયાને પણ લાગૂ કરશે. આવો જાણીએ વ્યકિતગત આવક પર ટેકસ ખતમ કરવાથી શું-શું ફાયદાઓ થઈ શકે છે.

બીજેપી નેતા સુબ્રમણ્યન સ્વામીથી લઈને અર્થક્રાંતિ અનિલ બોલિક સુધી, ઘણા જાણકારો આ ક્રાંતિકારી પગલાનું સમર્થન કરે છે. જોકે સુરજિત ભલ્લા જેવા અર્થશાસ્ત્રી એક ટેકસની હિમાયત કરે છે.

સરકાર ટેકસ બેસ વધારવામાં સફળ નથી થઈ શકી. પાછલા કેટલાક વર્ષોમાં જીડીપીમાં પર્સનલ ઈન્કમ ટેકસનો હિસ્સો માત્ર ૨ ટકા સુધી સીમિત છે. જે ભારત જેવા વિશાળ દેશના હિસાબે ખૂબ ઓછું છે. પ્રમાણિકતાથી ટેકસ ભરનારા લોકોમાં મોટાભાગના મધ્યમવર્ગના વેતનવાળા સમાજના લોકો છે.

એક બાજુ ગરીબોને ટેકસમાં છૂટ છે તો અમીરો ટેકસ બચાવવા માટે નવી-નવી તરકીબો નીકાળે છે. પાછલા વર્ષે બજેટ ભાષણમાં જેટલીએ કહ્યું હતું કે, કુલ મળીને ભારતીય સમાજ ટેકસના નિયમોનું પાલન નહીં કરનારો છે. જો સરકાર પર્સનલ ઈન્કમ ટેકસ સિસ્ટમને ખતમ કરવાનું સાહસિક પગલું ઉઠાવે છે તો તેની અસર માત્ર ૨ ટકા વસ્તી પર પડશે.

એક બાજુ તર્ક એવો પણ છે કે ઈન્કમ ટેકસ ખતમ કરવાથી સરકારી ખજાનાને વધારે નુકસાન નહીં થાય. તેનાથી લોકોના પૈસા બચશે જેથી તેમની ખરીદદારીની ક્ષમતા વધશે અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે. સાથે જ લોકો વધારે બચત પણ કરી શકશે.

એક અન્ય લાભ વધારે નોકરીઓના રૂપમાં થઈ શકે છે. કારણ કે પર્સનલ ઈન્કમ ટેકસ સિસ્ટમ હટવાથી કંપનીઓ સેલેરીમાં કાપ કરશે અને વધારે લોકોને નોકરીઓ આપશે.

ઈન્કમ ટેકસ ખતમ કરવા પર એક અન્ય ફાયદો આ થશે કે સરકાર ટેકસ વિભાગના અધિકારીઓની વિશાળ સેનાનો ઉપયોગ જીએસટી જેવા ટેકસની સારી રિકવરી અને કાળા નાણાંની શોધમાં કરી શકે છે.

તેનાથી કાળા નાણાંની સમસ્યા ખતમ થઈ શકે છે. કારણ કે ઈન્કમ ટેકસ ખતમ થવાથી લોકોને પોતાની આવક છુપાવવાની જરૂર નહીં પડે અને કાળું નાણું નહીં બચે.

જયારે ટેકસ નહીં લાગે તો લોકો પૈસાને સરકારથી છુપાવશે નહીં અને પોતાનું બધું નાણું બેન્કમાં જમા કરશે. તેનાથી બેન્કોમાં જમા રકમમાં ભારે વધારે થશે અને લોન આપવાની ક્ષમતા વધશે. અર્થક્રાંતિની સલાહ મુજબ, ત્યારે સરકાર સામાન્ય બેન્કિંગ ચાર્જ પણ લગાવી શકે છે.

તેનાથી ટેકસમાં છૂટ અને ટેકસના કાપ જેવી વ્યવસ્થા ધીમે-ધીમે ખતમ થઈ જશે. જેથી ટેકસ એડમિનિસ્ટ્રેશન કોસ્ટ અને કમ્પાલાયન્સનો ખર્ચ દ્યટશે.

પર્સનલ ઈન્કમ ટેકસ હટાવવાથી સરકારને નુકશાન નહીં થાય અને મોટો ફાયદો થશે. જો આ બજેટમાં આ ક્રાંતિકારી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે તો આવનારા કેટલાક રાજયોમાં ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સત્ત્।ાધારી પક્ષને મોટો ફાયદો થઈ શકે છે.(૨૧.૫)

(9:47 am IST)