Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નહીં રાષ્ટ્રપુત્ર છેઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું વિવાદાસ્પદ નિવેદનઃ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનવાનો કર્યો ઇનકારઃ ગાંધીજીનાં પહેલેથી દેશ અસ્તિત્વમાં હતોઃ મહાત્મા ગાંધીએ માત્ર આઝાદી અપાવી છે

નવી દિલ્હી તા. ૨૦ : વિવાદિત નિવેદનો માટે જાણીતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે ફરી એક વાર વિવાદ છેડયો છે. સ્વામી સ્વરૂપાનંદને હવે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવા સામે વિરોધ છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નહીં પરંતુ રાષ્ટ્રપુત્ર છે. દ્વારકાપીઠમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે મીડિયા સામે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

તેઓએ કહ્યું કે મહાત્મા ગાંધીનાં જન્મ પહેલાથી આપણા દેશનું અસ્તિત્વ છે. આથી તેઓને રાષ્ટ્રપિતા કેવી રીતે કહી શકાય? વધુમાં તેમણે કહ્યું કે ગાંધીજીએ દેશને આઝાદ જરૂર કરાવ્યો છે. આથી તેમને રાષ્ટ્રનાં પુત્ર કહેવા યોગ્ય રહેશે. આ પૂર્વે સ્વામી સ્વરૂપાનંદે શિરડીનાં સાંઇ બાબાનાં અસ્તિત્વને પણ નકારી કાઢતાં તેઓ વિવાદમાં ફસાઇ ચૂકયાં છે.

(9:45 am IST)