Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બિટકોઇન ધારકો પર ITએ કર્યો પ્રહારઃ મોકલી નોટીસ

૩.૫ અબજ ડોલરના ટ્રાન્ઝેકશન થયાઃ બિટકોઇન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીઝમાં રોકાણ કરનાર ટેક-સેવી યુવા ઇન્વેસ્ટર્સ, રિયલ એસ્ટેટ પ્લેયર્સ અને જ્વેલર્સનો સમાવેશ થાય છે

નવી દિલ્હી તા. ૨૦ : બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સીઝમાં ડીલિંગ કરનાર હજારો લોકોને કેન્દ્ર સરકારે ટેકસ નોટિસ મોકલી છે. ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશભરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણ થઇ છે કે ગત ૧૭ મહિનામાં ૩.૫ અબજ ડોલરના ટ્રાન્ઝેકશન ક્રિપ્ટોકરન્સીમાં થયા છે.

આ ટ્રાન્ઝેકશન સામે આવ્યાં પછી આઇટીએ બિટકોઇનમાં રોકાણ કરનારને નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે. પુણે, બેંગ્લુરુ, મુંબઇ, દિલ્હી સહિત ૯ એકસચેન્જ પાસેથી ડેટા એકત્ર કર્યા પછી નોટિસ મોકલવામાં આવી છે.

ટેકસ અધિકારીઓએ જણાવ્યું કે બિટકોઇન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીઝમાં રોકાણ કરનાર ટેક-સેવી યુવા ઇન્વેસ્ટર્સ, રિયલ એસ્ટેટ પ્લેયર્સ અને જવેલર્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે દુનિયાભરની સરકારે ક્રિપ્ટોકરન્સીઝમાં વ્યવસાય કરવા પર લગામ કસી રહી છે.

સરકારનું માનવું છે કે આવી કરન્સીઝથી કાળાધનના ટ્રાન્ઝેકશન અને ટેકસથી બચવાના ઉપાય શોધવામાં આવે છે. આટલું જ નહીં માર્ચમાં આજર્િેન્ટનામાં થનારી જી-૨૦ સમિટ પર પણ આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.

નોંધનીય છે કે સરકાર તરફથી અનેકવાર ક્રિપ્ટોકરન્સીઝમાં રોકાણ કરનાર લોકોને ચેતવણી આપી ચૂકી છે. આવી કરન્સીઝ પર સીધી રીતે કોઇ રોક લગાવવામાં આવી નથી. એક અંદાજ મુજબ દર મહિને આશરે ૨,૦૦,૦૦૦ લોકો ક્રિપ્ટોકરન્સીઝમાં ટ્રાન્ઝેકશન કરે છે.

(9:40 am IST)